Not Set/ કોસ્ટારિકામાં યાત્રી વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, ૧૦ અમેરિકી સહિત ૧૨ના મોત

કોસ્ટારિકામાં એક યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં સવાર ૧૨ નાગરિકોના મોત થયા છે. આ મૃતક મુસાફરોમાં ૧૦ નાગરિક અમેરિકાના જયારે 2 સ્થાનિક હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના પશ્ચિમ કોસ્ટારિકાના ગુઆનાકાસ્ટામાં થઇ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત બાદ જનસુરક્ષા મંત્રાલય દ્વારા આ ઘટના અંગેના ફોટોગ્રાફ્સ તેમજ વિડીઓ ફૂટેજ પણ જાહેર કર્યા […]

World
190425 plane crash costa કોસ્ટારિકામાં યાત્રી વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, ૧૦ અમેરિકી સહિત ૧૨ના મોત

કોસ્ટારિકામાં એક યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં સવાર ૧૨ નાગરિકોના મોત થયા છે. આ મૃતક મુસાફરોમાં ૧૦ નાગરિક અમેરિકાના જયારે 2 સ્થાનિક હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના પશ્ચિમ કોસ્ટારિકાના ગુઆનાકાસ્ટામાં થઇ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

વિમાન દુર્ઘટનાગ્રસ્ત બાદ જનસુરક્ષા મંત્રાલય દ્વારા આ ઘટના અંગેના ફોટોગ્રાફ્સ તેમજ વિડીઓ ફૂટેજ પણ જાહેર કર્યા હતા. ન્યૂયોર્ક સિટીના ઉપનગરના સ્થાનિક પરિવારે જણાવ્યું કે, મૃતક અમેરિકી મુસાફરોમાંથી ૫ નાગરિકો પરિવાર સાથે રજા માનવા માટે ગયા હતા. અને તેઓની ઓળખ બ્રુસઅને ઈરેને સ્ટેનબર્ગ તેમજ તેઓના બાળકોમાં મૈથ્યુ, વિલિયમ અને જેચરીના રૂપમાં થઇ છે.