Not Set/ મેક્સિકો: 7.5 તીવ્રતાના ભૂંકપે પુરા મેક્સિકોને હચમચાવી નાખ્યું, 2 લોકોના મોત

૭.૫ની તીવ્રતાના ભૂકંપે શુક્રવારે દક્ષિણ મેક્સિકોને હચમચાવી નાખ્યું છે. આ આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર ૭.૨ નોંધવામાં આવી છે. આ ભૂકંપના આંચકાએ લોકોને ફરી ગત વર્ષે સપ્ટેમ્બરમાં આવેલ વિનાશકારી ભૂકંપની યાદ તાજી કરાવી દીધી હતી જેમાં જોરદાર ભૂકંપ આવવાથી ૩૭૦ લોકોના મોત થયા હતા. માનવામાં આવી રહ્યુ છે કે મેક્સિકોના દક્ષિણ મધ્ય ભાગમાં ભૂકંપના તીવ્ર […]

World
4QWPRCXKSRBU3HC5OQLSL3DJDI મેક્સિકો: 7.5 તીવ્રતાના ભૂંકપે પુરા મેક્સિકોને હચમચાવી નાખ્યું, 2 લોકોના મોત

૭.૫ની તીવ્રતાના ભૂકંપે શુક્રવારે દક્ષિણ મેક્સિકોને હચમચાવી નાખ્યું છે. આ આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર ૭.૨ નોંધવામાં આવી છે. આ ભૂકંપના આંચકાએ લોકોને ફરી ગત વર્ષે સપ્ટેમ્બરમાં આવેલ વિનાશકારી ભૂકંપની યાદ તાજી કરાવી દીધી હતી જેમાં જોરદાર ભૂકંપ આવવાથી ૩૭૦ લોકોના મોત થયા હતા.

earthquake 620x370 મેક્સિકો: 7.5 તીવ્રતાના ભૂંકપે પુરા મેક્સિકોને હચમચાવી નાખ્યું, 2 લોકોના મોત

માનવામાં આવી રહ્યુ છે કે મેક્સિકોના દક્ષિણ મધ્ય ભાગમાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો ઝટકો એટલો તીવ્ર હતો કે અનેક બિલ્ડિંગોને મોટાપાયે નુકશાન થયુ છે.

ભૂકંપનુ કેન્દ્રબિંદુ દક્ષિણ ઓક્સાકાના પ્રશાંતતટની નજીક જમીનથી ૪૩ કિલોમીટર અંદર નોંધવામાં આવ્યુ છે. દક્ષિણ મેક્સિકોમાં આવેલા ભૂકંપમાં બે લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

આ પહેલા સપ્ટેમ્બર ૨૦૧૭માં મેક્સિકોમાં ભયાનક ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. ૭.૧ની તીવ્રતાના આ ભૂકંપે ૩૭૦ લોકોના જીવ લીધા હતા.

જેમાં મેક્સિકો સીટીમાં ૧૬૭, મૌરેલોસમાં ૭૩, ક્યુબેલામાં ૪૫ લોકોના મોત થયા હતા. વર્ષ ૧૯૮૫માં આવેલ ભૂકંપ બાદ મેક્સિકોમાં આ સૌથી ભયાનક ભૂકંપ હતો. ૧૯ સપ્ટેમ્બર ૧૯૮૫માં મેક્સિકોમાં નોંધાયેલ ભૂકંપમાં ૧૦ હજારથી વધુ લોકોના મોત થયા હતા.