Not Set/ અમેરિકા : ટેક્સાસની એક સ્કૂલમાં કરવામાં આવેલા ફાયરીંગમાં ૧૦ લોકોના મોત

ટેક્સાસ, અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલી ફાયરીંગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવારે વધુ એક ગોળીબારની ઘટના સામે આવી છે. અમેરિકાના ટેક્સાસ સ્થિત એક સ્કૂલમાં ફાયરીંગ થવાના કારણે ૧૦ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, ગોળીબાર કરનાર હુમલાવરની અટકાયત કરવામાં આવી છે. સાંતા ફીની જિલ્લા સ્કૂલ તરફથી જાહેર કરવામાં […]

World
180518105329 09 texas santa fe high school 0518 overlay tease અમેરિકા : ટેક્સાસની એક સ્કૂલમાં કરવામાં આવેલા ફાયરીંગમાં ૧૦ લોકોના મોત

ટેક્સાસ,

અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલી ફાયરીંગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવારે વધુ એક ગોળીબારની ઘટના સામે આવી છે. અમેરિકાના ટેક્સાસ સ્થિત એક સ્કૂલમાં ફાયરીંગ થવાના કારણે ૧૦ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, ગોળીબાર કરનાર હુમલાવરની અટકાયત કરવામાં આવી છે.

સાંતા ફીની જિલ્લા સ્કૂલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ ઘટનામાં ૧૦ લોકોના મોત થવાની સાથે સાથે હજી કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. પોલીસ દ્વારા સ્કૂલની સુરક્ષા વધારવામાં આવી છે તેમજ વિધાથીઓને બીજા સુરક્ષિત સ્થાન પર પહોચાડવા માટે આપાતકાલીન પ્રબંધન પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે”.

સાંતા સ્કૂલના પ્રિન્સિપાલ ક્રિસ રિચર્ડસને જણાવ્યું હતું કે, આ હુમલાવરની અટકાયત કરવામાં આવી છે. જયારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટના પર શોક જતાવતાં પીડિતો માટે પ્રાથના કરી છે. તેઓએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “ટેક્સાસની એક સ્કૂલમાં ગોળીબાર થયો છે”. પ્રારંભિક માહિતી સારી નથી લાગી રહી.ભગવાન સૌનું ભલું કરે”.

મહત્વનું છે કે, આ પહેલા ૧૪ ફ્રેબ્રુઆરીના રોજ ફ્લોરિડાના પાર્કલેન્ડ સ્થિત એક સ્કૂલમાં થયેલી ફાયરીંગની ઘટનામાં ૧૭ વિધાથીઓના મોત થયા હતા. ત્યારે દિન-પ્રતિદિન અમેરિકાની સ્કૂલોમાં ફાયરીંગની ઘટનાઓમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે આ બનાવો બાદ બંદૂકોના નિયંત્રણને એક રાષ્ટ્રીય ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.