Not Set/ ૩ લાખ સેનાકર્મીઓની કપાત પાછળ શું છે ચીનનો માસ્ટર પ્લાન !

બેજિંગ, દુનિયાભરમાં હાલ દરેક દેશ પોતાની સેનાની તાકાતને કેવી રીતે વધારવી તેમાં લાગ્યા છે. તો બીજી બાજુ ચીને  પોતાની સેનામાંથી ૩ લાખ જવાનોનો કપાત મુક્યો છે. આ કપાતની સાથે તેણે પોતાનું લક્ષ્યાંક પૂરું કરી દીધું છે અને હજુ પણ આવનારા સમયમાં સુધારો કરવામાં આવશે. ચીનના રક્ષા પ્રવક્તા કર્નલ રેન ગુઓકીયાંગએ જણાવ્યું છે, કે સેનામાં ૩ […]

World

બેજિંગ,

દુનિયાભરમાં હાલ દરેક દેશ પોતાની સેનાની તાકાતને કેવી રીતે વધારવી તેમાં લાગ્યા છે. તો બીજી બાજુ ચીને  પોતાની સેનામાંથી ૩ લાખ જવાનોનો કપાત મુક્યો છે. આ કપાતની સાથે તેણે પોતાનું લક્ષ્યાંક પૂરું કરી દીધું છે અને હજુ પણ આવનારા સમયમાં સુધારો કરવામાં આવશે. ચીનના રક્ષા પ્રવક્તા કર્નલ રેન ગુઓકીયાંગએ જણાવ્યું છે, કે સેનામાં ૩ લાખ સેના કર્મીનો કપાત કરીને અમે અમારો લક્ષ્યાંક પૂરો કરી દીધો છે. સત્તારૂઢ કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઈના અને દેશ તરફથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વર્ષ ૨૦૧૫માં જાહેર કર્યું હતું કે, દુનિયાની સૌથી મોટી સેનામાંથી ૩ લાખ સેનાકર્મીની કપાત કરવામાં આવશે.

શા માટે ચીને આ કરવાનો નિર્ણય લીધો ?

ચીનના વિચાર પ્રમાણે સૈનિકોના પગાર  કરતા આધુનીકરણ ટેકનોલોજીમાં પૈસા વાપરવા વધારે હિતાવહ છે. ભારત પાસે આશરે ૧૪ લાખ સૈનિક છે. જયારે ચીન પાસે ૨૦ લાખ સેનાકર્મીઓ છે. હાલના સમયમાં સૈનિકોથી થતા યુદ્ધનું ચલણ ઓછું થતુ જાય છે. સૈનિકોના બદલે આધુનિક શસ્ત્રોથી લડાઈ થઇ રહી છે. આ જ કારણોસર ચીને સૈનિકના પગાર પર પૈસા બગડવા કરતા હાલના લેટેસ્ટ ટેકનોલોજીવાળા શસ્ત્રો પાછળ વેડફવા વધારે હિતાવહ સમજ્યું.

તમને જણાવી દઈએ કે, ભારત સરકાર રક્ષા માટે જેટલું બજેટ ફાળવે છે. તેનો ૯૦ ટકા હિસ્સો સેનાકર્મીઓના પગાર પાછળ વપરાય જાય છે. જેના લીધે આધુનીકરણ શસ્ત્રો ખરીદવા ઘણા ઓછા પૈસા વધે છે.

જો સૈન્યમાં જવાનોની સંખ્યા ઓછી કરી દઈએ તો તેમને વધારે આધુનિક હથિયાર અને કપડા આપી શકાય છે. ચીન દેશ આ ફોર્મ્યુલાને સમય સમય પર અપનાવતો આવ્યો છે.