Not Set/ સમુદ્ર કિનારે પહોચ્યું ૨૦ ફૂટ લાંબુ રહસ્યમયી પ્રાણી: DNA થી જાણવાની થઇ રહી છે કોશિશ

ફિલીપીન્સના દરિયાકિનારે એક વાળ વાળું વિશાળકાય પ્રાણી મળી આવ્યું છે. જણાવાઈ રહ્યું છે કે આ પ્રાણી દરિયાની ઊંડાઈથી ઉપર આવ્યું છે. લગભગ એક ટ્રક જેવડું આ પ્રાણી લોકોમાટે રહસ્ય બનાવી રહ્યું છે. ફિશરી ડીપાર્ટમેન્ટ એને વ્હેલના અવશેસ જેવું કહી રહ્યા છે. જયારે સ્થાનિક લોકોએ ૨૦ ફૂટ લાંબા આ પ્રાણીનું નામ ગ્લોબસ્ટર રાખ્યું છે. લોકોનું માનવાનું […]

World
sea creature 2 સમુદ્ર કિનારે પહોચ્યું ૨૦ ફૂટ લાંબુ રહસ્યમયી પ્રાણી: DNA થી જાણવાની થઇ રહી છે કોશિશ

ફિલીપીન્સના દરિયાકિનારે એક વાળ વાળું વિશાળકાય પ્રાણી મળી આવ્યું છે. જણાવાઈ રહ્યું છે કે આ પ્રાણી દરિયાની ઊંડાઈથી ઉપર આવ્યું છે. લગભગ એક ટ્રક જેવડું આ પ્રાણી લોકોમાટે રહસ્ય બનાવી રહ્યું છે. ફિશરી ડીપાર્ટમેન્ટ એને વ્હેલના અવશેસ જેવું કહી રહ્યા છે. જયારે સ્થાનિક લોકોએ ૨૦ ફૂટ લાંબા આ પ્રાણીનું નામ ગ્લોબસ્ટર રાખ્યું છે. લોકોનું માનવાનું છે કે આ કોઈ પ્રાકૃતિક
વિપત્તિ નો સંકેત છે. જયારે આની સાચી ઓળખાણ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવવી રહ્યો છે.

આ પ્રાણીમાંથી આવી રહી છે ભયાનક વાસ આ પરની ઓરિયેન્ટલ મીન્ડોરો પ્રાંતના દરિયા કિનારે વહીને આવી ગયું છે, જ્યાં લોકલ લોકોએ આને જોયું હતું. ફિશરી લો એન્ફોર્સમેન્ટ ઓફિસર વોક્સ કૃસાદા મુજબ આ વ્હેલ માછલીના અવશેષ જેવું લાગી રહ્યું છે. તેમ છતાં સાચી ઓળખાણ ડીએનએ ટેસ્ટ પછીજ થઇ શકશે. સ્થાનિક લોકોએ ગ્રે અને વ્હાઈટ રંગના આ જીવનું નામ ગ્લોબસ્ટર રાખ્યું છે . આ જીવમાંથી ખુબજ ખરાબ વાસ આવી રહી છે. કૃસદાએ જણાવ્યું કે એમણે આ જીવના સેમ્પલ લઇ ઇધ છે. એમણે ખુદે પણ આ જીવમાંથી આવી રહેલી ભયાનક વાસનો અનુભવ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે ભયાનક વાસના કારણે લગભગ ઉલટી કરવાની નોબત આવી ગઈ હતી. ત્યાંથી પાછા ફરીને નહાયા બાદ મને થોડું
સારું લાગ્યું હતું. એની ભયંકર વાસ હજુ પણ મારા નાકમાં છે. લોકોને અજુગતું થવાનો છે ડર સ્થાનિક લોકોને એ વાતનો દર સતાવી રહ્યો છે કે દરિયા કિનારે મૃત હાલતમાં મળેલું આ જાનવર કોઈ અનહોની કે પ્રાકૃતિક આપદાનો સંકેત તો નથીને. એક સ્થાનિક ટેમ માલિંગ નામના શખ્શે કહ્યું કે ગ્લોબસ્ટર એ વાતનો સંકેત છે કે કૈક ખોટું થવાનું છે. મહેરબાની કરીને અમારા માટે પ્રાર્થના કરજો.
એક મહિલાએ કહ્યું કે " હું એને જોઇને શોક્ડ રહી ગઈ. મે આના જેવી કોઈ ચીજ જોઈ નથી. બાળકો પણ એનાથી ડરેલા છે. કોઈને પણ ખબર નથી કે આ છે શું.

એક વર્ષ પહેલા પણ મળ્યું હતું આવું પ્રાણી
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ આવુજ એક ૨૦ ફૂટ લાંબુ સમુદ્રી પ્રાણી વહીને ડીનાગેટ આયલેંડ બીચ પર આવી ગયું હતું. એ પ્રાણીની
થયેલી તપાસમાં ખબર પડી હતી કે ૨૦૦૦ કિલો વજનનું એ પ્રાણી વ્હેલ હતું.