Not Set/ અમેરિકા પણ ભારતનું જ નમક વાપરે છે, જાણો શું છે મામલો

હાલમાં યૂરોપ અને અમેરિકામાં લાંબા સમયથી હિમવર્ષા થઇ રહી છે ત્યારે ત્યાં રસ્તાઓ પર રહેલા બરફને હટાવવા માટે નમકનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકામાં થતી આ હિમવર્ષા ખાસ કરીને ભારતના નમક ઉત્પાદકો માટે વરદાન સમાન બની ચૂકી છે. આપને જણાવી દઇએ કે અમેરિકા ભારતમાંથી 90 ટકા નમકની આયાત કરે છે. આ રીતે દૂર કરાય છે […]

World
USA facts 1 અમેરિકા પણ ભારતનું જ નમક વાપરે છે, જાણો શું છે મામલો

હાલમાં યૂરોપ અને અમેરિકામાં લાંબા સમયથી હિમવર્ષા થઇ રહી છે ત્યારે ત્યાં રસ્તાઓ પર રહેલા બરફને હટાવવા માટે નમકનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકામાં થતી આ હિમવર્ષા ખાસ કરીને ભારતના નમક ઉત્પાદકો માટે વરદાન સમાન બની ચૂકી છે. આપને જણાવી દઇએ કે અમેરિકા ભારતમાંથી 90 ટકા નમકની આયાત કરે છે.

આ રીતે દૂર કરાય છે બરફ

રસ્તાઓ પર જામેલા બરફને દૂર કરવા માટે મોટા ભાગે સોડિયમ ક્લોરાઇડ કે અન્ય કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. હિમવર્ષાને કારણે રસ્તાઓ વધુ લપસણા બનવાથી અનેક અકસ્માત થાય છે. આ પ્રકારની દુર્ઘટનાઓને ટાળવા માટે બરફ જલ્દી ઓગળે તે આવશ્યક રહે છે.

ગુજરાતનું નમક ચીનના રસ્તાથી પહોંચે છે અમેરિકા

ગુજરાતમાં ઉત્પાદન કરાતું નમક ચીનના રસ્તેથી યૂરોપ, અમેરિકા, અને રશિયામાં નિકાસ કરાય છે. તેમાં લોજિસ્ટિક્સ ખર્ચ પણ ઓછો થાય છે. ચીન પણ ભારત પાસેથી નમકની આયાત કરે છે અને તેની ખરાબ ગુણવત્તાના નમકને ડીઆઇસિંગ માટે નિકાસ કરે છે.

કચ્છના નમક ઉત્પાદકો અનુસાર ડીઆઇસિંગ માટે સસ્તા કેમિકલના ઉપયોગને કારણે જ ગુજરાતથી દુનિયાભરમાં નમકની નિકાસમાં વૃદ્વિ જોવા મળી છે. સામાન્યપણે સપ્ટેમ્બર મહિનાથી અંદાજિત દર મહિને 7-8 લાખ ટન નમકની નિકાસ થાય છે.