Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીની કરી નકલ, અને કહ્યું ‘બ્યુટીફૂલ મેન’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીની નકલ ઉતારી હતી. પણ આ વખતે હિન્દીનો ઉપયોગ નહોતો કર્યો. ટ્રેમ્પે હાર્વિ ડેવિડસન બાઈક્સ પર વધુ ઈમ્પોર્ટ ડયુટીથી લઇને ફરી એક વખત ભારત પર નિશાન સાંધ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની અર્થનીતિ પર સવાલ ઉઠાવ્યાં છે. પ્રધાનમંત્રી મોદીની નકલ ઉતારતા ગર્વનન્સની બેઠકમાં કહ્યું કે, ભારતથી બાઈક […]

World
Trump 1 ડોનાલ્ડ ટ્રમ્પે મોદીની કરી નકલ, અને કહ્યું ‘બ્યુટીફૂલ મેન’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીની નકલ ઉતારી હતી. પણ આ વખતે હિન્દીનો ઉપયોગ નહોતો કર્યો. ટ્રેમ્પે હાર્વિ ડેવિડસન બાઈક્સ પર વધુ ઈમ્પોર્ટ ડયુટીથી લઇને ફરી એક વખત ભારત પર નિશાન સાંધ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની અર્થનીતિ પર સવાલ ઉઠાવ્યાં છે. પ્રધાનમંત્રી મોદીની નકલ ઉતારતા ગર્વનન્સની બેઠકમાં કહ્યું કે, ભારતથી બાઈક જ્યારે અહીં આવે છે ત્યારે આપણને કંઈજ નથી મળતું. પરંતુ જ્યારે આપણાં બાઈક ભારત જાય છે તો આપણે 100 ટકા ટેક્સ ચુકવવો પડે છે.

ટ્ર્મ્પે કહ્યું હતું કે, પીએમ મોદી જેમને તેઓ ખુબ સારી વ્યક્તિ સમજે છે. તેમને ફોન કોલ કર્યો હતો હતો ટ્ર્મ્પે કહ્યું કે ઈમ્પોર્ટ ડ્યૂટી 50 ટકા કરી રહ્યા છે, મેં કહ્યું ઓ.કે પરંતુ અમને કશું મળી રહ્યું નથી, ત્યારબાદ ડોનાલ્ડ ટ્ર્મ્પે પ્રધાનમંત્રી મોદીના ભારતીય હાવ ભાવની નકલ કરતા પણ જોવા મળ્યા.

મહત્વનું છે કે, અમેરિકાના પ્રેસિડન્ટેઆ પ્રકારનું નિવેદન સપ્તાહમાં બીજી વખત કર્યું છે. મળતી માહિતી મુજબ, અમેરિકા દ્વારા ભારત પર આયાત નીતિમાં બદલાવ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ટેક્સ રેટમાં ઘટાડો કરે તેવી પણ યુએસ ઈચ્છા રાખે છે. આટલું જ નહીં અમેરિકાએ ચેતવણી આપી છે કે, જો ભારત આવું નહીં કરે તો અમેરિકા પણ પોતાને ત્યાં ટેક્સ લગાવવાનું વિચારી શકે છે.