Not Set/ ઝુકરબર્ગ વધુ ઝુક્યાં, 1 કરોડ બ્રિટીશરોને 11 લાખ રૂપિયા ચુકવશે

વોશિંગ્ટન, ફેસબુક ડેટા લીક મામલે એક કરોડ બ્રિટિશરોને વ્યક્તિ દીઠ ૧૧ લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. કેમ્બ્રિજ એનાલિટિકાએ ૫ કરોડ યુઝર્સના પર્સનલ ડેટાનો દુરુપયોગના ખુલાસામાં અંદાજિત એક કરોડથી વધુ બ્રિટિશરોના ડેટા હોવાનો ખુલાસો થયો છે. તેથી માત્ર યુકેમાંથી જ યુઝર્સના ડેટાનો દુરુપયોગ મામલે ફેસબુકને તોતિંગ ચુકવણી કરવી પડશે. આ તોતિંગ […]

Top Stories
zukerberg ઝુકરબર્ગ વધુ ઝુક્યાં, 1 કરોડ બ્રિટીશરોને 11 લાખ રૂપિયા ચુકવશે

વોશિંગ્ટન,

ફેસબુક ડેટા લીક મામલે એક કરોડ બ્રિટિશરોને વ્યક્તિ દીઠ ૧૧ લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. કેમ્બ્રિજ એનાલિટિકાએ ૫ કરોડ યુઝર્સના પર્સનલ ડેટાનો દુરુપયોગના ખુલાસામાં અંદાજિત એક કરોડથી વધુ બ્રિટિશરોના ડેટા હોવાનો ખુલાસો થયો છે. તેથી માત્ર યુકેમાંથી જ યુઝર્સના ડેટાનો દુરુપયોગ મામલે ફેસબુકને તોતિંગ ચુકવણી કરવી પડશે. આ તોતિંગ ચુકવણી વિશેની માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે ઝુકરબર્ગે યુએસ સેનેટ સામે ડેટા લીક મામલે માફી માંગી.

ઝુકરબર્ગ બે દિવસ માટે યુએસ સેનેટમાં હાજર થયા હતા.મળેલ બેઠકમાં માર્ક ઝુકરબર્ગે સેનેટ સભ્યો સામે સ્વીકાર કર્યો કે, તેઓએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નથી નિભાવી. હું  આ માટે માફી માંગુ છું. આ માટે હું જવાબદાર છું અને ભવિષ્યમાં આવુ ક્યારય નહીં થાય.અમેરિકાના સેનેટ સમક્ષ હાજર થઇને ઝુકરબર્ગે 42 સાંસદોના 1 કલાક સુધી જવાબો આપ્યા હતા.આ કોંગ્રેસ સામે ઝુકરબર્ગે એવું પણ પ્રોમિસ આપ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય.

મહત્વનુ છે કે, સોમવારે ૮૭ કરોડ યુઝર્સના ન્યુઝફિડ્‌સમાં એલર્ટ મેસેજ પોસ્ટ કર્યા હતા. આ પોસ્ટમાં એવા યુઝર્સ અંગે વિશ્વભરમાં એલર્ટ જાહેર કરવામાં આવી હતી. જેના ડેટા કેમ્બ્રિજ એનાલિટિકાએ ઉપયોગ કર્યો હોવાની શંકા છે. જેમાંથી માત્ર યુકેમાં જ ૧.૧ કરોડ લોકો હોવાનો ઉલ્લેખ છે. ડેપ્યુટી રીઝોલ્યુશન વકિલ જાનાથન કોમ્પટને જણાવ્યુ કે, જે યુઝર્સના ડેટાનો દુરુપયોગ થયો છે તેઓ ઈન્ફોર્મેશન કમિશનરની ઓફિસમાં ફરીયાદ કરી શકે છે. આ સિવાય તેઓ સિવિલ કોર્ટમાં પણ પોતાના ડેટા મામલે ફરીયાદ દાખલ કરી ફેસબુક પાસે વળતર માંગી શકે છે.