Not Set/ કીમ જોંગ-ઉનની સિંગાપુરમાં ધરપકડ: 12 જુને મળશે ટ્રમ્પને

પૂરી દુનિયાની નજર 12 જુને થવા જઈ રહેલી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ-ઉનની મુલાકાત પર ટકેલી છે. આ ઐતિહાસિક મુલાકાતની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઇ ગઈ છે. પરંતુ મુલાકાત પહેલા કીમ જોંગ-ઉન જેવો જ ચહેરો ધરાવતો એક માણસ જયારે સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર નજરમાં આવ્યો ત્યારે પોલીસ અધિકારીઓમાં હડકંપ મચી ગયો […]

Top Stories World
1288748095 jong doppelgaenger Mo7p0qBeQNG કીમ જોંગ-ઉનની સિંગાપુરમાં ધરપકડ: 12 જુને મળશે ટ્રમ્પને

પૂરી દુનિયાની નજર 12 જુને થવા જઈ રહેલી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ-ઉનની મુલાકાત પર ટકેલી છે. આ ઐતિહાસિક મુલાકાતની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઇ ગઈ છે. પરંતુ મુલાકાત પહેલા કીમ જોંગ-ઉન જેવો જ ચહેરો ધરાવતો એક માણસ જયારે સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર નજરમાં આવ્યો ત્યારે પોલીસ અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો.

4221396001 5730478276001 5730495927001 vs કીમ જોંગ-ઉનની સિંગાપુરમાં ધરપકડ: 12 જુને મળશે ટ્રમ્પને

ટ્રમ્પ-કીમની મુલાકાતની તૈયારીઓ વચ્ચે કીમ જોંગ-ઉન જેવો દેખાતો શખ્શ એરપોર્ટ પર પહોચ્યો તો એને જોઇને બધા હેરાન રહી ગયા હતા. બધાંને લાગ્યું કે ઉત્તર કોરિયાના તાનાશાહ  કીમ જોંગ 12 જુન પહેલા જ સિંગાપુર પહોચી ચુક્યા છે, અને બાદમાં પોલીસે એ શખ્શની પૂછપરછ કરવા માટે ધરપકડ કરી લીધી હતી.

57b721ba170000ae02c7439e કીમ જોંગ-ઉનની સિંગાપુરમાં ધરપકડ: 12 જુને મળશે ટ્રમ્પને

નામ ના બતાવવાની શરત પર કીમ જોંગના હમશકલે જણાવ્યું કે હું જયારે એરપોર્ટ પહોચ્યો તો પોલીસે મારી ધરપકડ કરી લીધી. આ દરમિયાન લગભગ 30 મિનીટ સુધી મારા રાજનૈતિક વિચારો પર કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા. મને કહેવામાં આવ્યું કે ટ્રમ્પ-કીમ શિખર વાર્તા માટે નિર્ધારિત જગ્યા પર જવાનો પ્રતિબંધ છે.

એમણે આગળ જણાવતા કહ્યું કે અધિકારીઓએ મને કહ્યું કે તમે એવા સમયે સિંગાપુર આવ્યા છો, જયારે કીમ-ટ્રમ્પ શિખર વાર્તાની તૈયારીઓ જોરમાં છે, જે ખુબ જ સંવેદનશીલ સમય છે. જોકે સિંગાપુર પ્રવાસન, ચેકપોઈન્ટ પ્રાધિકરણ અને સિંગાપુર પોલીસે હજુ સુધી આ ઘટના પર કોઈ ટીપ્પણી કરી નથી.