Not Set/ ઇમરાન ખાનને શિવજી બતાવતા પાકિસ્તાનમાં ભારે ઉહાપોહ

ઇસ્લામાબાદ, પુર્વ ક્રિકેટર અને રાજકારણી થયેલાં ઇમરાન ખાનને લઈને પાકિસ્તાનમાં વિવાદ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં ઇમરાનનો એક ફોટો વાયરલ થયો છે જેમાં ઈરફાન ખાન શિવજીના રૂપમાં જોવા મળી રહ્યો છે તેના કારણે પાકિસ્તાનમાં રહેતા હિંદુઓએ સંસદથી માંડીને રોડ પર પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઇમરાનના આ ફોટાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે તમને […]

World

ઇસ્લામાબાદ,

પુર્વ ક્રિકેટર અને રાજકારણી થયેલાં ઇમરાન ખાનને લઈને પાકિસ્તાનમાં વિવાદ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં ઇમરાનનો એક ફોટો વાયરલ થયો છે જેમાં ઈરફાન ખાન શિવજીના રૂપમાં જોવા મળી રહ્યો છે તેના કારણે પાકિસ્તાનમાં રહેતા હિંદુઓએ સંસદથી માંડીને રોડ પર પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઇમરાનના આ ફોટાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે

તમને જણાવીએ કે, આ તસ્વીરને સંસદે પણ ગંભીરતાથી લઈને આ મામલે તપાસ કરવા માટે એફઆઈએને સોંપી છે. મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં ઇમરાન ખાનને શિવજીના અવતારમાં બતાવવા માટે તેમની જ પાર્ટીના કાર્યકર્તાઓનો હાથ છે તેમ લાગી રહ્યું છે.

https://twitter.com/NathKAidar/status/983912689994010626

આ મામલે પાકિસ્તાન સંસદમાં 11 એપ્રિલના દિવસે  પીપીપીના રમેશ લાલે જણાવ્યું  કે ઇમરાનને શિવજીના અવતારમાં દર્શાવું તે સામાન્ય બાબત નથી. તો આ મામલે સંસદના ગૃહમંત્રી તલાલ ચૌધરી પાસેથી આ બાબતને લઈને રીપોટ માંગી હતી. રમેશ લાલે વધુમાં જણાવ્યું કે કોઈ પણ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવીએ સંવિધાનના વિરુધ છે.

સોશિયલ મીડિયામાં હિન્દુઓએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપવાની શરૂ કરી છે તો પેશાવરના રહેવાસી હિન્દુ કેદારનાથએ ટ્વીટ કરીને આ ઘટનાને વખોડી છે. તેઓએ ટ્વીટ કરીને જણાવ્યું કે જો અમે પાકિસ્તાનમાં સામાન્ય નાગરિક છે તો શું થયું.આવું તો ઇસ્લામમાં તો પણ નથી કહ્યું..અમે આ બાબતે એક્શન લેવા માંગીએ છીએ.