Not Set/ ભારતની ચેતવણી સામે ઝુક્યાં ઓપેક દેશો: રોજનું 10 લાખ બેરલ ઉત્પાદન વધશે

ભારતે ચેતવણી આપી હતી કે ઓઈલના ભાવ વધતા રહેશે તો માંગમાં 10 લાખ બેરલ પ્રતિદિનનો ઘટાડો થઇ શકે છે. આ એક મોટું કારણ છે જે બાદ ઓઈલ નિકાસ દેશોના સંગઠને(ઓપેક) ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો લાવવા માટે ઉત્પાદન વધારવાની પહેલ કરી છે. ગયા અઠવાડીયે વિયેનામાં ઓપેકની બેઠક દરમિયાન પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને એમની ટીમે દુનિયાના […]

Top Stories India World
opec 2 ભારતની ચેતવણી સામે ઝુક્યાં ઓપેક દેશો: રોજનું 10 લાખ બેરલ ઉત્પાદન વધશે

ભારતે ચેતવણી આપી હતી કે ઓઈલના ભાવ વધતા રહેશે તો માંગમાં 10 લાખ બેરલ પ્રતિદિનનો ઘટાડો થઇ શકે છે. આ એક મોટું કારણ છે જે બાદ ઓઈલ નિકાસ દેશોના સંગઠને(ઓપેક) ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો લાવવા માટે ઉત્પાદન વધારવાની પહેલ કરી છે. ગયા અઠવાડીયે વિયેનામાં ઓપેકની બેઠક દરમિયાન પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને એમની ટીમે દુનિયાના સૌથી વધારે તાકાતવાળા ઓઈલ ઉત્પાદક દેશોના આ સંગઠન સામે ઉપભોક્તાઓનો પક્ષ રાખ્યો હતો.

Crude Oil Rebound ભારતની ચેતવણી સામે ઝુક્યાં ઓપેક દેશો: રોજનું 10 લાખ બેરલ ઉત્પાદન વધશે

આ મામલા સાથે જોડાયેલા સુત્રોએ કહ્યું કે પ્રધાન અને ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ચેરમેન સંજીવ સિંહે ઉંચી કિંમતની માંગ પર પ્રભાવને લઈને એક અનઔપચરિક પત્રની પણ પેશકશ કરી હતી. આમાં કહેવામાં આવ્યું હતું કે ક્રૂડની કિંમતો જો 100 ડોલર પ્રતિ બેરલ જેટલી પહોચે છે તો 2025 સુધીમાં માંગમાં લગભગ 10 લાખ બેરલ પ્રતિ ડોલર જેટલો ઘટાડો આવશે.

ઓપેકની બેઠકમાં 10 લાખ બેરલ પ્રતિદિન ઉત્પાદન વધારવાનો ફેસલો કરવામાં આવ્યો હતો. પહેલાથી જ 3.2 કરોડ થી 3.3 કરોડ બેરલ પ્રતિદિન ઉત્પાદન થઇ રહ્યું છે. આ ફેસલાથી અમેરિકા, ચીન અને ભારતના ઉપભોક્તાઓને થોડી રાહત મળી શકે છે. ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ક્રુડ ઉપભોક્તા છે.

crude oil ભારતની ચેતવણી સામે ઝુક્યાં ઓપેક દેશો: રોજનું 10 લાખ બેરલ ઉત્પાદન વધશે

નાણાકીય વર્ષ 2017-2018માં ભારતની ક્રુડ ઓઈલની ખપત 20.49 કરોડ ટન રહી છે. 31 માર્ચ, 2018ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં ભારતની માંગમાં 5.3 ટકાનો વધારો થયો છે.

આંતરાષ્ટ્રીય ઉર્જા એજન્સીનું અનુમાન છે કે 2040 સુધીમાં ભારતની ક્રૂડની માંગ 45.8 કરોડ ટન સુધી પહોચી જશે. આમાં 2025માં ક્રુડના ભાવ 83 ડોલર પ્રતિ બેરલ અને 2040 સુધીમાં 130 ડોલર પ્રતિ બેરલનું અનુમાન લગાવવામાં આવ્યું છે.