Not Set/ કિમ જોંગની ટ્રમ્પને ચેતવણી – પરિસ્થિતિ ફરીથી વણસી શકે છે

સિઓલ, ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વારંવાર કડવાશ આવતી હોય છે ત્યારે ઉત્તર કોરિયાના શાસક નેતા કિંમ જોંગ ઉને હનોઇમાં થયેલી શિખર પરિષદમાં અમેરિકા પર એકતરફી વ્યવહારથી વર્તવાનો આરોપ લગાડીને અમેરિકાને વલણમાં નરમાઇ રાખવાની ચેતવણી આપી છે અન્યથા સ્થિતિ વધુ તણાવભરી બની શકે છે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. આ અંગે ન્યૂઝ એજન્સી કેસીએનએ […]

World

સિઓલ,

ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વારંવાર કડવાશ આવતી હોય છે ત્યારે ઉત્તર કોરિયાના શાસક નેતા કિંમ જોંગ ઉને હનોઇમાં થયેલી શિખર પરિષદમાં અમેરિકા પર એકતરફી વ્યવહારથી વર્તવાનો આરોપ લગાડીને અમેરિકાને વલણમાં નરમાઇ રાખવાની ચેતવણી આપી છે અન્યથા સ્થિતિ વધુ તણાવભરી બની શકે છે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.

આ અંગે ન્યૂઝ એજન્સી કેસીએનએ જણાવ્યું હતું કે કિમ જોંગ ઉનની ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે થયેલી પહેલી શિખર પરિષદમાં આ નિવેદન આપ્યું હતું. કિમ અને પુતિનની વાતચીત મૈત્રપૂર્ણ હતી. કિમના આ નિવેદનના એક સપ્તાહ અગાઉ ઉત્તર કોરિયાએ શિખર પરિષદમાં અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિઓને ભાગ લેવાથી દૂર રાખવા માંગ કરી હતી અને તેના પર ચર્ચાને અવળે માર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.

કિમ જોંગે કહ્યું હતું ક કોરિયાઇ દ્વીપકલ્પમાં પરિસ્થિતિ હજુ પણ નાજુક છે. કિમે ચેતવણી આપતા કહ્યું હતું કે અમેરિકાના ડીપીઆરકે-અમેરિકા શિખર પરિષદમાં એકતરફી અને અક્કડ વલણ બાદ સંબંધોમાં ફરીથી તણાવ આવી શકે અને સ્થિતિ વધુ વણસી શકે છે.

કિમ-ટ્રમ્પની શિખર પરિષદ દરમિયાનની વાતચીત કોઇપણ પ્રકારની સમજૂતી વગર પૂર્ણ થઇ હતી. ઉત્તર દરેક પ્રકારની પડકારજનક સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે તેમજ પુતિને તેનું ઉત્તર કોરિયાનું મુલાકાત લેવાનું આમંત્રણ પણ સ્વીકાર્યું હોવાનું જણાવ્યું હતું.