Not Set/ ચીનની ભારતને ઘેરવા માટે વધુ એક ચાલ, પાક.માં બનાવશે નેવી બેઝ

ચીન ભારતને ડોક્લામ વિવાદ બાદ વધુ એકવાર ઘેરવા માટે એક ચાલ ચાલી રહ્યું છે. આ વખતે ચીન પાકિસ્તાનમાં એક નેવી બેઝ બનાવવાનું પ્લાનીગ કરી રહ્યું છે. ચીનના મીડિયા રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, “ચીન ઈરાનના ચાબહાર પોર્ટ પાસે પાકિસ્તાની મિલેટ્રી બેસનુ નિર્માણ કરી રહ્યું છે”. પરંતુ પાકિસ્તાન દ્વારા આ પ્રકારની માહિતીને ખોટી ગણાવી હતી. ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ […]

World
NBT image 2 ચીનની ભારતને ઘેરવા માટે વધુ એક ચાલ, પાક.માં બનાવશે નેવી બેઝ

ચીન ભારતને ડોક્લામ વિવાદ બાદ વધુ એકવાર ઘેરવા માટે એક ચાલ ચાલી રહ્યું છે. આ વખતે ચીન પાકિસ્તાનમાં એક નેવી બેઝ બનાવવાનું પ્લાનીગ કરી રહ્યું છે. ચીનના મીડિયા રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, “ચીન ઈરાનના ચાબહાર પોર્ટ પાસે પાકિસ્તાની મિલેટ્રી બેસનુ નિર્માણ કરી રહ્યું છે”. પરંતુ પાકિસ્તાન દ્વારા આ પ્રકારની માહિતીને ખોટી ગણાવી હતી.

ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ અંગે વોશિંગ્ટન ટાઈમ્સ દ્વારા પૃષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ચીન પાકિસ્તાનમાં પોતાનું બીજું વિદેશી મિલેટરી બેઝ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ મિલિટરી બેસ દ્વારા ચીન વ્યૂહરચનાત્મક દરિયાઇ માર્ગો પર તેની પકડ વધુ મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, આ જગ્યા ઇરાનના ચબહાર પોર્ટ પાસે છે. અને બલુચિસ્તાનના ગ્વાદર પોર્ટથી આ સ્થળ અત્યંત નજદીક છે. જયારે ચાબહાર ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવે છે. તેનો ઉપયોગ અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે સીધો વ્યાપાર કરવા માટે થાય છે.