Not Set/ પીએમ મોદી ચીન જવા રવાના: SCO સંમેલનમાં લેશે ભાગ

ચીનમાં આજથી શરુ થઇ રહેલા બે દિવસીય શાંઘાઈ સહયોગ સંગઠન(SCO) સંમેલન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સંગઠનની આ પહેલી બેઠકમાં તેઓ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે રોમાંચિત છે. મોદી આજે ચીંગદાઓમાં એસસીઓ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ બેઠકમાં બંને નેતાઓ લગભગ એક મહિના પહેલા વુહાનમાં થયેલી ઔપચારિક બેઠકમાં […]

Top Stories India
narendra modi પીએમ મોદી ચીન જવા રવાના: SCO સંમેલનમાં લેશે ભાગ

ચીનમાં આજથી શરુ થઇ રહેલા બે દિવસીય શાંઘાઈ સહયોગ સંગઠન(SCO) સંમેલન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સંગઠનની આ પહેલી બેઠકમાં તેઓ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે રોમાંચિત છે.

મોદી આજે ચીંગદાઓમાં એસસીઓ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ બેઠકમાં બંને નેતાઓ લગભગ એક મહિના પહેલા વુહાનમાં થયેલી ઔપચારિક બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોના કાર્યરત થવાની તપાસ કરશે. પીએમ મોદી દિલ્હી થી ચીન જવા રવાના થઇ ચુક્યા છે.

મોદીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે સંગઠનની આ પહેલી બેઠકમાં તેઓ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે રોમાંચિત છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું કે 9 અને 10 જુને એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે હું ચીનના ચીંગદાઓ માં રહીશ. એક પૂર્ણ સભ્યના રૂપમાં ભારતનું આ પહેલું એસસીઓ શિખર સંમેલન હશે. એસસીઓ દેશોના નેતાઓ સાથે વાતચીત થશે અને એમની સાથે વિભિન્ન વિષયો પર ચર્ચા થશે.

શિખર સંમેલનમાં વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા થશે જેમાં આતંકવાદ, અલગાવવાદ અને અતિવાદને લઈને સંપર્કમાં સહયોગ વધારવા, વાણીજ્ય, સીમા શુલ્ક, સ્વાસ્થ્ય અને કૃષિ, પર્યાવરણ સંરક્ષણ, અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂતી પ્રદાન કરવાનું શામેલ છે.

એમને કહ્યું કે એસસીઓના પૂર્ણ સદસ્ય બન્યા બાદ ગયા એક વર્ષમાં આ ક્ષેત્રોમાં સંગઠન અને બીજા સદસ્યો સાથે સંવાદ ખાસ્સો વધ્યો છે. મારું માનવું છે કે ચીંગદાઓ શિખર સંમેલન એસસીઓ એજન્ડા ને મજબુત કરશે અને એસસીઓ સાથે ભારતના સંપર્કની એક નવી શરૂઆત થશે.

2001માં સ્થાપિત એસસીઓમાં વર્તમાનમાં આંઠ સભ્યો છે જેમાં ભારત , કઝાખસ્તાન, ચીન, કિર્ગીસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજીકિસ્તાન અને ઉજ્બેકિસ્તાન શામેલ છે. ભારત અને પાકિસ્તાનને ગયા વર્ષે એસસીઓમાં શામેલ કરવામાં આવ્યા હતા.

મોદીએ કહ્યું કે ભારતની એસસીઓ સભ્યો સાથે ગાઢ મિત્રતા અને બહુ પરિમાણીય સંબંધો છે. એસસીઓ શિખર સંમેલન દ્વારા મને અન્ય કેટલાક નેતાઓ સાથે મુલાકાત્ત કરવાનો અને વિચારોના આદાન-પ્રદાન કરવાનો મૌકો મળશે. એસસીઓમાં સભ્ય દેશોના ઘણાં રાષ્ટ્રપ્રમુખો હાજર રહેશે.