Not Set/ જુઓ ચોંકાવી દે તેવું છે ચીનનું હાયપરસોનિક જેટ, દુનિયાના કોઈ પણ છેડે પહોંચી શકશે માત્ર ૩ કલાકમાં !

બેજિંગ, ચીનએ હાલમાં જ એક હાયપરસોનિક જેટ બનાયું છે કે જેની સ્પીડ ૬૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. સંશોધનકર્તાઓનું કહેવું છે, કે આ જેટની સ્પીડ અવાજની સ્પીડ કરતા ૫ ગણી વધારે છે. ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સના કહેવા પ્રમાણે આ જેટ દ્વારા પેસેંજર અને માલ સામાનને બેજિંગથી ન્યુયોર્ક માત્ર ૨ કલાકમાં પહોચી શકે છે. જયારે બીજા હવાઈ […]

World
Spike S 512 quiet jet જુઓ ચોંકાવી દે તેવું છે ચીનનું હાયપરસોનિક જેટ, દુનિયાના કોઈ પણ છેડે પહોંચી શકશે માત્ર ૩ કલાકમાં !

બેજિંગ,

ચીનએ હાલમાં જ એક હાયપરસોનિક જેટ બનાયું છે કે જેની સ્પીડ ૬૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની છે.

સંશોધનકર્તાઓનું કહેવું છે, કે આ જેટની સ્પીડ અવાજની સ્પીડ કરતા ૫ ગણી વધારે છે. ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સના કહેવા પ્રમાણે આ જેટ દ્વારા પેસેંજર અને માલ સામાનને બેજિંગથી ન્યુયોર્ક માત્ર ૨ કલાકમાં પહોચી શકે છે. જયારે બીજા હવાઈ માર્ગે બેજિંગથી ન્યુયોર્ક જવા માટે ૧૩ કલાક લાગે છે.

ઉપરાંત ટીમે કહ્યું કે, તેમણે આ જેટના મોડેલનું પરીક્ષણ એક હવાઈ સુરંગમાં કર્યું હતું. જ્યાં તેની સ્પીડ ૫૩૪૩ કિલોમીટર પ્રતિ કલાકની નોંધી હતી. આ જેટ સાથે બે પંખો પણ જોડેલી છે જે ઉગ્રતાને ઓછી કરવા માટે મદદ કરશે.

જો કે આ હાયપરસોનિક જેટ ઘણું મોંધુ છે. રીસર્ચ ટીમના એક સીનીયર સંશોધનકર્તાના જણાવ્યા પ્રમાણે આ જેટમાં સફર કરવા માટે ઓછામાં ઓછા ૧૬ લાખ રૂપિયા થશે.

આ હાયપરસોનિક જેટમાં ૫૦ મુસાફરો સફર કરી શકશે અને ન્યુયોર્ક થી લંડન જવા માટે માત્ર ૩ કલાક અને ૧૫ મિનીટ જ થશે.

નોંધ : આ તસ્વીર પ્રતીકાત્મ છે.