Not Set/ ‘સેક્સ એન્ડ સિટી’ સ્ટાર સિંથિયા બની શકે છે ન્યૂયોર્કના આગામી ગવર્નર

‘સેક્સ એન્ડ સિટી’ અમેરિકન સીરીજની સ્ટાર સિંથિયા નિકસન ન્યુયોર્કની આગલી ગર્વનર બની શકે છે. ૫૧ વર્ષની સિંથિયાએ આ વાત ટ્વીટર પર ૨ મિનીટનો એક વિડીયો પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે હું ન્યુયોર્કને ખુબ જ પ્યાર કરું છું અને હું ગવર્નરના પદ માટે ઉમ્મીદવારીની ઘોષણા કરું છું. I love New […]

World

‘સેક્સ એન્ડ સિટી’ અમેરિકન સીરીજની સ્ટાર સિંથિયા નિકસન ન્યુયોર્કની આગલી ગર્વનર બની શકે છે. ૫૧ વર્ષની સિંથિયાએ આ વાત ટ્વીટર પર ૨ મિનીટનો એક વિડીયો પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે હું ન્યુયોર્કને ખુબ જ પ્યાર કરું છું અને હું ગવર્નરના પદ માટે ઉમ્મીદવારીની ઘોષણા કરું છું.

સિંથિયા નિકસનના ટ્વીટ પછી ઘણા બધા લોકોએ ટ્વીટ કર્યા હતા. જેમાં રોસીએ રીટ્વીટ કરતા કહ્યું હતું કે, નિકસન સાથે મારુ પૂરું સમર્થન છે અને નિકસન ખુબ જ સ્માર્ટ અને સાચ્ચી નેતા છે.

સિંથિયા નિકસને કહ્યું હતું કે, ન્યુયોર્ક મારું ઘર છે અને હું મારા ઘર સિવાય બીજી કોઈ પણ જગ્યાએ રહી નથી. તેમણે કહ્યું કે હું મારી મમ્મી સાથે એક જ બેડરૂમમાં રહીને મોટી થઈ છું. જો નિકસન જીતશે તો તે પહેલી એવી સમલૈંગિક મહિલા હશે જે આ પદ સુંધી પહોંચશે. નિકસન રાજનીતિમાં નવી નથી. તે  ગે રાઈટ્સ, પબ્લિક સ્કૂલોમાં ફંડીગ વધારવું અને બ્રેસ્ટ કેન્સરથી જોડાયેલા મામલાઓમાં વકીલાત કરી ચુકી છે. સિંથિયાએ ઓબામામાટે કેમ્પેઈન કર્યું હતું અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિરુધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.