Latest Tech News/ WhatsApp પર આવતા ફ્રોડ કોલ્સથી બચવા માટે આજે જ બદલો આ 1 સેટિંગ, જાણો પ્રોસેસ

WhatsApp પર વધતા જતા સ્પામ અને ફ્રોડ કોલ્સને રોકવા માટે કંપનીએ ‘Silence Unknown Callers’ ફીચર આપ્યું છે. આ સેટિંગ એક્ટિવેટ કરવાથી અજાણ્યા નંબરો પરથી આવતા કોલ્સ આપોઆપ સાયલન્ટ થઈ જશે અને યુઝર્સની પ્રાઇવસી જળવાઈ રહેશે.

Trending Tech & Auto
WhatsApp

Safety Tips: આજના સમયમાં WhatsApp માત્ર મેસેજિંગ માટે જ નહીં પણ કોલિંગ માટે પણ અનિવાર્ય બની ગયું છે. પરંતુ તેની સાથે જ સ્પામ કોલ્સનું પ્રમાણ પણ વધ્યું છે. વારંવાર અજાણ્યા ઇન્ટરનેશનલ નંબરો પરથી આવતા કોલ્સ યુઝર્સની પ્રાઇવસી અને સુરક્ષા માટે જોખમી બની શકે છે. જો તમે પણ આવા કોલ્સથી કંટાળી ગયા હોવ, તો વોટ્સએપ માં એક એવું ફીચર છે જે તમારા કામને સરળ બનાવી દેશે.

WhatsApp

શું છે આ ‘સિક્રેટ‘ સેટિંગ? (WhatsApp )

WhatsApp એ યુઝર્સની સુરક્ષા માટે ‘Silence Unknown Callers’ નામનું ફીચર લોન્ચ કર્યું છે. આ સેટિંગ ચાલુ કરવાથી કોઈ પણ એવો નંબર જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ નથી, તેના પરથી આવતા કોલ તમારા ફોનમાં રિંગ વગાડશે નહીં.

WhatsApp

કેવી રીતે એક્ટિવેટ કરવું આ સેટિંગ? (Step-by-Step Guide)

આ સેટિંગ ચાલુ કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો:

Step 1: સૌથી પહેલા તમારું વોટ્સએપ ઓપન કરો અને ઉપર જમણી બાજુ આપેલા 3 ડોટ્સ (Settings) પર ક્લિક કરો.

Step 2: હવે ‘Privacy’ વિકલ્પ પર જાઓ.

Step 3: નીચે સ્ક્રોલ કરો અને ત્યાં તમને ‘Calls’ નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.

Step 4: અહીં તમને ‘Silence Unknown Callers’ નું બટન દેખાશે, તેને On (ચાલુ) કરી દો.

WhatsApp

સેટિંગ ચાલુ કર્યા પછી શું થશે?

જ્યારે પણ કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે, ત્યારે તમારો ફોન રિંગ નહીં વાગે કે વાઇબ્રેટ પણ નહીં થાય.

આ કોલ આપોઆપ ‘સાયલન્ટ’ થઈ જશે.

જોકે, તમે તમારા ‘Calls’ ટેબમાં જઈને ચેક કરી શકશો કે કયા અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, જેથી જો કોઈ જરૂરી કોલ હોય તો તમે સામેથી વાત કરી શકો.

સ્પામ કોલ્સથી બચવાના અન્ય ઉપાયો 

Block and Report: જો કોઈ નંબર પરથી વારંવાર કોલ આવે તો તેને તરત જ બ્લોક કરો અને ‘Report‘ પણ કરો જેથી WhatsApp તે એકાઉન્ટ પર કાર્યવાહી કરી શકે.

Privacy Settings: હંમેશા તમારો પ્રોફાઈલ ફોટો અને ‘Last Seen‘ માત્ર તમારા કોન્ટેક્ટ્સ માટે જ લિમિટેડ રાખો.

ઓનલાઈન સ્કેમ અને ફ્રોડથી બચવા માટે આ સેટિંગ દરેક યુઝરે ચાલુ રાખવું જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષિત રીતે કરવો એ જ શ્રેષ્ઠ માર્ગ છે.


આ પણ વાંચો: WhatsAppનો ઉપયોગ કરવાની રીત હવે બદલાઈ જશે! આવી રહી છે આ નવી સુવિધાઓ, પ્રાઈવસી થશે વધુ મજબૂત

આ પણ વાંચો:  WhatsApp સ્કેમથી કેવી રીતે બચવું ???

આ પણ વાંચો:   એક લિંક, એક નંબર અને આખું WhatsApp એકાઉન્ટ હેક! CERT-In ની મોટી ચેતવણી