Not Set/ પાકિસ્તાન : પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને જેલમાં જાતે કરવું પડશે બધું કામ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ભ્રષ્ટાચાર મામલે સાત વર્ષની જેલની  સજા ફટકારવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાનને પોતાની કોઠીમાં સાફ-સફાઈ જાતે જ કરવી પડશે. પંજાબની સરકારે તેમને સાફ-સફાઈ કરનાર કેદી આપવાની ના પાડી દીધી છે. અલ-અજીઝિયા સ્ટીલ મિલ્સના ભ્રષ્ટાચાર મામલે શરીફ હાલ લાહોરની કોટ લખપત જેલમાં સાત વર્ષની સજા ભોગવી રહ્યા છે. એક પૂર્વ વડાપ્રધાન હોવાને […]

Top Stories World Trending

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ભ્રષ્ટાચાર મામલે સાત વર્ષની જેલની  સજા ફટકારવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાનને પોતાની કોઠીમાં સાફ-સફાઈ જાતે જ કરવી પડશે. પંજાબની સરકારે તેમને સાફ-સફાઈ કરનાર કેદી આપવાની ના પાડી દીધી છે.

અલ-અજીઝિયા સ્ટીલ મિલ્સના ભ્રષ્ટાચાર મામલે શરીફ હાલ લાહોરની કોટ લખપત જેલમાં સાત વર્ષની સજા ભોગવી રહ્યા છે. એક પૂર્વ વડાપ્રધાન હોવાને લીધે તેમને સારી સુવિધા માટે એક માણસ મળે તેના હકદાર છે પરંતુ સરકાર દ્વારા આ મામલે ચોખ્ખી ના પાડી દેવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબ જેલના મહાનિરીક્ષક શાહિદ સલીમ બેગે બુધવારે કહ્યું કે પંજાબની સરકારે શરીફને નોકર નહિ આપવાનો નિર્ણય લીધો છે જે તેમની નોકર તરીકેની ફરજ બજાવે છે.

વધુમાં તેમણે કહ્યું કે શરીફને પોતાની કોઠી જાતે જ વ્યવસ્થિત રાખવી પડશે. શરીફનો મામલો ઘણો સંવેદનશીલ છે તેમને બૈરકની બહાર પણ ન જવા દેવાય.