Not Set/ બ્રિટીશ સરકાર દ્વારા જાહેર કરાયેલા સન્માનિતોની યાદીમાં ભારતીય મૂળના આ વ્યક્તિને મળ્યું સ્થાન

બ્રિટિશ સરકાર દ્વારા 2018ના સન્માનિતોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં લંડન ખાતે આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના મેહૂલ સંઘરજકાનું પણ નામ છે. તેમની મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયરમાં નિમણુંક કરવામાં આવી છે. 2016માં તેમના પિતા હર્ષદ સંઘરજકાને પણ આ સમ્માન મળ્યું હતું. બ્રિટનમાં રહેતા ભારતીયોમાં લગભઘ તેઓ જ એક એવા પિતા-પુત્રની જોડી છે જેમને […]

World
harshad mehul બ્રિટીશ સરકાર દ્વારા જાહેર કરાયેલા સન્માનિતોની યાદીમાં ભારતીય મૂળના આ વ્યક્તિને મળ્યું સ્થાન

બ્રિટિશ સરકાર દ્વારા 2018ના સન્માનિતોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં લંડન ખાતે આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના મેહૂલ સંઘરજકાનું પણ નામ છે. તેમની મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયરમાં નિમણુંક કરવામાં આવી છે. 2016માં તેમના પિતા હર્ષદ સંઘરજકાને પણ આ સમ્માન મળ્યું હતું. બ્રિટનમાં રહેતા ભારતીયોમાં લગભઘ તેઓ જ એક એવા પિતા-પુત્રની જોડી છે જેમને આ સમ્માન મળ્યું છે.

જૈનિઝમના પ્રચાર પ્રસાર માટે સમ્માન

હર્ષદ સંઘરજકાને સામાજીક સૌહાર્દ અને સમાજસેવા માટે આ સમ્માન આપવામાં આવ્યું હતું જ્યારે તેમના પુત્રને જૈન ધર્મ અને શિક્ષણ બાબતે ઉમદા કાર્ય માટે આ સમ્માન મળ્યું છે. મેહુલ સંઘરજકા 15 વર્ષથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનના ડિરેક્ટર પદે છે. તેમણે કહ્યું કે, ‘આ સમ્માન મળવાથી મને ઘણો આનંદ થયો છે અને હું કૃતજ્ઞતા પ્રગટ કરું છું. આ એક નવી જવાબદારી છે સાથે સાથે મારા વર્ષોના કાર્યોનું ફળ પણ છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી

મેહુલ સંઘરજકાએ કહ્યું કે, ‘તેમને આ એવોર્ડ મળવાથી લોકોને જૈનોલોજી ઇન્સ્ટિટ્યુટની પ્રવૃત્તિઓ અંગે વધુ ખબર પડશે.’ તેમની આ સંસ્થા સમગ્ર યુકેમાં આવેલ 32 જેટલા જુદા જુદા જૈન સંસ્થાનોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત મેહુલ Jainpedia.org ના એક્ઝેક્યુટિવ ડિરેક્ટર પણ છે. જેણે જુદી જુદી બ્રિટિશ શૈક્ષણિક સંસ્થાઓના 4000 જેટલી હસ્તપ્રતોને ડિજિટલ સ્વરુપ આપ્યું છે. આ ઉપરાંત તેમણે બ્રિટિશ સંસદમાં જૈન ઓલ પાર્ટી સંસદીય ગ્રુપ પણ બનાવ્યું છે અને બ્રિટિશ સંસદમાં અમિશા દિવસ અને મહાવીર જયંતીની ઉજવણી પણ તેમણે શરુ કરાવી છે.

આંતરરાષ્ટ્રીય સર્વધર્મ સભામાં જૈન ધર્મ વિશે આપ્યું પ્રવચન

જ્યારે તેમની પિતા જૈન ધર્મના પ્રખર વિદ્વાન છે તેમણે હ્યુમનમ અને વેટિકન દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય સર્વધર્મ સભામાં પણ જૈન ધર્મને લોકો સમક્ષ મુક્યો હતો. તેઓ કહે છે કે પોતાના પુત્ર સાથે તેમનો એક અજબ સંબંધ છે. અમે ધાર્મિક વિષયમાં માસ્ટર અને પીએચડીની ડીગ્રી સાથે જ શરુ કરી અને સાથે જ પૂરી કરી છે. ત્યારે આ બીજી ખુશીની વાત છે કે અમે લગભગ વર્ષના જ અંતરાળમાં એક જ સરખુ સમ્માન પણ મેળવ્યું છે.

જૈનિઝમ એટલે અહિંસા અને કરુણાનો માર્ગ

મેહુલ કહે છે કે, ‘આજે યુવાનો વધુને વધુ જૈન વિચારધારા તરફ આવે તે માટે પ્રયાસો કરવા ખૂબ જરુરી છે. ઘણા લોકો એકલતા અને ધ્યેયથી ભટકી ગયાનું અનુબવતા હોય છે. અમારો ધાર્મિક સંદેશ તેમને જે જોઈએ છે તે આપે છે. અમે શાંતિ અને અહિંસાનો સંદેશો દુનિયાને આપીએ છીએ. જૈનિઝમ એટલે અહિંસાપર્યવરણની રક્ષાપ્રાણીઓ માટે કરુણાનો માર્ગ છે.

આ વર્ષે નવા લિસ્ટમાં અનેક ભારતીયોના નામ

બ્રિટન દ્વારા બહાર પાડવામાં આવેલ નવા વર્ષના સમ્માનની યાદીમાં અનેક ભારતીય મૂળના વ્યક્તિઓનું નામ છે. જેમાં લોકો જુદા જુદા ફીલ્ડમાંથી આવે છે. જેમ કે મેડિસીનએજ્યુકેશનસામાજીક સેવાવિજ્ઞાન અને ટેક્નોલોજીવેપાર અને ચેરેટી જેવા દરેક ક્ષેત્રોના લોકોનો આ લિસ્ટમાં સમાવેશ છે.