Not Set/ ચીનનું બેકાબુ બનેલું સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1 પેસિફીક મહાસાગરમાં પડ્યું

ઘણા સમયથી ચર્ચાનો વિષય બનેલા સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1 સોમાવરે દક્ષિણ પ્રશાંત ક્ષેત્રમાં ધરતીના વાયુમંડળમાં પ્રવેશ થતા જ નષ્ટ થઈ ગયું હતું. નષ્ટ થયા પહેલા ધરતીના વાતાવરણમાં પ્રવેશ કરશે ત્યારે 26 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અથડાશે તેવું ચીનના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું. આ યાન સવારે 8 વાગીને 15 મિનીટ પર ધરતીના વાયુમંડળમાં આવ્યું અને તેનો મોટાભાગનો […]

World
tiangong ચીનનું બેકાબુ બનેલું સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1 પેસિફીક મહાસાગરમાં પડ્યું

ઘણા સમયથી ચર્ચાનો વિષય બનેલા સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1 સોમાવરે દક્ષિણ પ્રશાંત ક્ષેત્રમાં ધરતીના વાયુમંડળમાં પ્રવેશ થતા જ નષ્ટ થઈ ગયું હતું. નષ્ટ થયા પહેલા ધરતીના વાતાવરણમાં પ્રવેશ કરશે ત્યારે 26 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અથડાશે તેવું ચીનના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું.

આ યાન સવારે 8 વાગીને 15 મિનીટ પર ધરતીના વાયુમંડળમાં આવ્યું અને તેનો મોટાભાગનો હિસ્સો સળગીને નષ્ટ થઈ ગયો હતો અને બાકીનો હિસ્સો દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પડ્યો હતો. આ પહેલા એવુ કહેવામાં આવી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની વચ્ચે સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1 પડી શકે છે.

રવિવારે ચાઈના મૈડ સ્પેસ ઇન્જીનિયરીંગ ઓફિસ CMSEOએ ચેતવણી આપી હતી કે, સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1 થોડાક જ કલાકોમાં વાયુમંડળમાં પ્રવેશ કરશે અને ઓસ્ટ્રેલિયા – અમેરિકાની વચ્ચે સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1 પડી શકે છે. CMSEOએ કહ્યું હતું કે જયારે સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1 વાયુમંડળમાં પ્રવેશ કરશે ત્યારે બેકાબુ થઈ જશે અને જયારે સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1 ધરતીના વાયુમંડળમાં પ્રવશે ત્યારે તેના ટુકડાઓ થઈ જશે અને તેના કેટલાક ટુકડા જમીન પર આવશે અને કેટલાક દરિયામાં પડી શકે છે.

સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1 ચીનના 10.4 મીટર લાંબુ આ સ્પેસ ક્રાફ્ટ વર્ષ 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1  ચીનની સ્પેસ ચીના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસર માર્ચ 2016માં જ તેમનો સંપર્ક તૂટી ગયો હતી. તે પછી તે અંતરીક્ષમાં ફરી રહ્યું હતું. સાડા આઠ ટન વજનવાળું આ સ્પેસ સ્ટેશન વર્ષ 2016માં જ પોતાનું નિયત્રણ ખોઈ ચુક્યું હતું અની ત્યારથી જ ધરતી તરફ પડી રહ્યું હતું.