National/ આંતરરાષ્ટ્રીય યાત્રિકોએ આજથી ભારતમાં કવોરનટાઈન થવું નહીં પડે

દેશમાં કોરોનાવાયરસ મહામારીની અસર ખૂબ જ હળવી થઇ રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય યાત્રિકો માટે રાહતો આજથી લાગુ કરવામાં આવી રહી છે.

India
Untitled 463 આંતરરાષ્ટ્રીય યાત્રિકોએ આજથી ભારતમાં કવોરનટાઈન થવું નહીં પડે

ભારતમાં અંતરરાષ્ટ્રીય યાત્રિકો માટે નવા દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યા હતા અને તે આજથી લાગુ થઈ રહ્યા છે અને તેને પગલે આંતરરાષ્ટ્રીય યાત્રિકોને આજથી ભારતમાં કવોરનટાઈન થવાની જરૂર રહેશે નહીં.સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ છૂટછાટ આપવામાં આવી છે પરંતુ આંતરરાષ્ટ્રીય યાત્રિકોએ આરટી પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. સંપૂર્ણ રીતે રસીકરણ કરનાર એવા દેશોના યાત્રિકો માટે છૂટછાટ આપવામાં આવી છે.

આ પણ વાંચો ;ડ્રગ્સ કેસ / NCB ની ઓફિસ ન પહોંચી અનન્યા પાંડે, જાણો શું છે કારણ

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોરોનાવાયરસ મહામારીની અસર ખૂબ જ હળવી થઇ રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય યાત્રિકો માટે રાહતો આજથી લાગુ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો ;દિલ્હી / તિહાર જેલમાં કેદીઓ વચ્ચે થઈ ઝપાઝપી, ત્રણ કેદીઓ થયા ઘાયલ

નવા નિયમ મુજબ જય આંતરરાષ્ટ્રીય યાત્રિક ને આંશિક રૂપથી રસી આપવામાં આવી છે તેમજ જેમને રસી આપવામાં આવી જ નથી એવા યાત્રિકો ની તપાસ માટે સેમ્પલ આપવા પડશે અને ત્યારબાદ તેમને એરપોર્ટની બહાર નીકળવાની અનુમતિ આપવામાં આવશે. આવા યાત્રિકોને સાત દિવસ સુધી હોમ કવોરનટાઈન રહેવું પડશે.આમ કેટલીક શરતો સાથે અને અમુક ચોક્કસ પ્રકારના દેશના યાત્રિકો માટે જ આ છૂટછાટ જાહેર કરવામાં આવી છે એવી ચોખવટ પણ આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.