Not Set/ અમેરિકન એરપોર્ટ પર પાકિસ્તાન PMના કપડાં ઉતરાવ્યા, પાક લાલચોળ

અમેરિકા સાથે પાકિસ્તાનના બગડી રહેલા સંબધો વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રીના જોન એક કૈનેડી એરપોર્ટ પર ખુબ જ કડક સુરક્ષા વચ્ચેથી પસાર થવું પડ્યું. પાકીસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીન અમેરિકામાં એરપોર્ટ પર રૂટીન સુરક્ષા તપાસ દરમિયાન આ કપડા ઉતારીને ચેકિંગ કરાવતા દેખાઈ રહ્યા છે. આ ઘટનાને પાકિસ્તાનના મીડીયાએ અપમાન ગણાવ્યું છે. હાલ પાકીસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીન […]

World
672530 pak pm અમેરિકન એરપોર્ટ પર પાકિસ્તાન PMના કપડાં ઉતરાવ્યા, પાક લાલચોળ

અમેરિકા સાથે પાકિસ્તાનના બગડી રહેલા સંબધો વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રીના જોન એક કૈનેડી એરપોર્ટ પર ખુબ જ કડક સુરક્ષા વચ્ચેથી પસાર થવું પડ્યું. પાકીસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીન અમેરિકામાં એરપોર્ટ પર રૂટીન સુરક્ષા તપાસ દરમિયાન આ કપડા ઉતારીને ચેકિંગ કરાવતા દેખાઈ રહ્યા છે.

આ ઘટનાને પાકિસ્તાનના મીડીયાએ અપમાન ગણાવ્યું છે. હાલ પાકીસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીન અમેરિકાના પ્રવાસે છે. ત્યારે આ અપમાનજનક ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. આપને જણાવી દઈએ કે અમેરિકાએ રક્ષા મદદ, વિઝા બેન અને કેટલીક કંપીનઓને પ્રતિબંધિત કરીને પાકિસ્તાનને જોરદાર ઝાટકો આપ્યો છે.

સોમવારના રોજ અમેરિકાએ પાકિસ્તાનની 7 કંપનીઓને પરમાણુ વેપાર મામલામાં પ્રતિબંધિત કરી લીધી. પાકિસ્તાનના સમાચાર મુજબ પીએમ અબ્બાસીને બેગ અને કોટ માટે સિક્યોરિટી ચેકિંગ માંથી નીકળતા દેખાય છે.

વિડીયોમાં જોન એક કેનેડી એરપોટ પર વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીન એરપોર્ટ પર રૂટીન સુરક્ષા તપાસ દરમિયાન આ કપડા ઉતારીને ચેકિંગ કરાવતા દેખાઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર લોકોએ લખ્યું કે આંતકી દેશ હોવાના લીધે તેમને સજા મળી છે. ગયા અઠવાડિયે તેમની બીમાર બહેનને મળવા માટે અમેરિકા ગયા હતા. જોકે તેમની મુલાકાત ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ સાથે પણ થઈ હતી.