Not Set/ ઈશ્વરનું અસ્તિત્વ સાબિત થઇ જાય, તો તરત જ રાષ્ટ્રપતિ પદ છોડી દઈશ

પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રીગો દુતર્તેએ ફરી એક વાર વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે જો કોઈ ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરી દે છે, તો તેઓ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દેશે. રીપોર્ટ મુજબ આ પહેલા રાષ્ટ્રપતિ રોડ્રીગોએ ઈશ્વરને સ્ટુપીડ કહી દીધું હતું. રાષ્ટ્રપતિના આવા નિવેદન બાદ રોમન કેથોલિક આસ્થાવાળા દેશમાં […]

Top Stories World
7903656 3x2 940x627 tile ઈશ્વરનું અસ્તિત્વ સાબિત થઇ જાય, તો તરત જ રાષ્ટ્રપતિ પદ છોડી દઈશ

પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રીગો દુતર્તે ફરી એક વાર વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે જો કોઈ ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરી દે છે, તો તેઓ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દેશે.

Rodrigo Duterte e1530963528848 ઈશ્વરનું અસ્તિત્વ સાબિત થઇ જાય, તો તરત જ રાષ્ટ્રપતિ પદ છોડી દઈશ

રીપોર્ટ મુજબ આ પહેલા રાષ્ટ્રપતિ રોડ્રીગોએ ઈશ્વરને સ્ટુપીડ કહી દીધું હતું. રાષ્ટ્રપતિના આવા નિવેદન બાદ રોમન કેથોલિક આસ્થાવાળા દેશમાં નવો વિવાદ શરુ થઇ ગયો છે.

qw philippines drug crackdowncrop e1530963554210 ઈશ્વરનું અસ્તિત્વ સાબિત થઇ જાય, તો તરત જ રાષ્ટ્રપતિ પદ છોડી દઈશ

ચર્ચ સાથે રાષ્ટ્રપતિના સંબંધો હંમેશા ખરાબ રહ્યા છે. શુક્રવારે એમણે કેથોલિક આસ્થાના કેટલાક આધારભૂત સિદ્ધાંતો પર જ પ્રશ્ન ઉઠાવ્યા જેમાં વાસ્તવિક પાપના સિદ્ધાંત શામેલ છે.

duterte 2018 1 e1530963627680 ઈશ્વરનું અસ્તિત્વ સાબિત થઇ જાય, તો તરત જ રાષ્ટ્રપતિ પદ છોડી દઈશ

એમણે દક્ષીણ દાવાઓ શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ઈશ્વરનો તર્ક ક્યાં છે? એમણે કહ્યું જો કોઈ એક સાક્ષી મળી જાય જે કોઈ ફોટો અથવા સેલ્ફીથી એ સાબિત કરી શકે કે કોઈ માણસ ભગવાનને મળી ચુક્યો છે અથવા ભગવાનને જોઈ ચુક્યો છે, તો તેઓ તાત્કાલિક રાજીનામું આપી દેશે.