Not Set/ યમન : અદન શહેરમાં હિંસક અથડામણમાં ૧૦થી વધુના મોત

સના, યમનના દક્ષિણ સમુદ્ર કિનારે આવેલ અદન શહેરમાં સરકારી સુરક્ષાદળો અને અલગતાવાદીઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. જેમાં ૧૦થી વધુ લોકોના મોત થયા છે. યમન સરકાર આ અથડામણને સંયુક્ત આરબ અમીરાત સમર્થિત સત્તા પલટાના ષડયંત્રના એક ભાગરુપે જાઈ રહી છે. સરકારી અધિકારીઓએ આ અથડામણ બાદ એરપોર્ટને બંધ કરી દીધુ છે. સરકારને આશંકા છે કે આ […]

World
સના,
યમનના દક્ષિણ સમુદ્ર કિનારે આવેલ અદન શહેરમાં સરકારી સુરક્ષાદળો અને અલગતાવાદીઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. જેમાં ૧૦થી વધુ લોકોના મોત થયા છે. યમન સરકાર આ અથડામણને સંયુક્ત આરબ અમીરાત સમર્થિત સત્તા પલટાના ષડયંત્રના એક ભાગરુપે જાઈ રહી છે. સરકારી અધિકારીઓએ આ અથડામણ બાદ એરપોર્ટને બંધ કરી દીધુ છે. સરકારને આશંકા છે કે આ હિંસા વધુ ભડકી શકે છે જેના કારણે અશાંતિ ફેલાઈ શકે છે.
ખોરમાર્કર જિલ્લામાં મોટા પ્રમાણમાં ફાયરીંગ થયુ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. તેમજ હવાઈ હુમલા પણ થયા છે. વડાપ્રધાન અહમદ ઉબેદ બિન દાગેરે રાષ્ટ્રપતિ ભવનમાં એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાને સત્તા પલટાનો પ્રયત્ન ગણવામાં આવ્યો હતો. બેઠકમાં જાડાયેલ એક અધિકારીએ જણાવ્યુ હતું કે, આ સમગ્ર ષડયંત્ર પાછળ સાઉદી અરબનો હાથ છે.