પીએનબી બેંકના ફ્રોડના આરોપી નિરવ મોદીની બહેન પૂર્વી મોદી વિરુદ્ધ ઇન્ટરપોલે ‘રેડ કોર્નર નોટીસ’ જાહેર કરી છે. પૂર્વી મોદી બેલ્જીયમની નાગરિક છે. ઇન્ટરનેશનલ લેવલે ધરપકડના વોરંટ રૂપે જાહેર કરાયેલી નોટીસમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વી દીપક મોદી ‘મની લોન્ડરીંગ’નાં આરોપમાં ‘વોન્ટેડ’ છે.
અધિકારીઓના કહેવા મુજબ, Directorate General of Economic Enforcement નાં આગ્રહ પર પૂર્વીની વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરી છે. આ તપાસ એજન્સી પીએનબી ફ્રોડ કેસ મામલે પૂર્વી સાથે પુછતાછ કરવા માંગે છે. આ કેસમાં સૌથી પહેલીવાર આ જ વર્ષે માર્ચમાં એમને આરોપી તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. એમના પર મુંબઈમાં પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ શાખામાં મની લોન્ડરીંગનો આરોપ છે.
Interpol has issued a red corner notice against Purvi Modi, the sister of PNB scam accused Nirav Modi pic.twitter.com/mqHeIWCIv2
— ANI (@ANI) September 10, 2018
ઇન્ટરપોલે જાહેર કરેલી નોટીસ મુજબ, પૂર્વી બેલ્જીયમની નાગરિક છે અને તેઓ 44 વર્ષનાં છે. તેઓ ગુજરતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે.
વોન્ટેડની વિરુદ્ધ એક વાર આરસીએન જાહેર થયા બાદ ઇન્ટરપોલ પોતાના 192 સદસ્ય દેશોને એમના દેશમાં ‘વોન્ટેડ’ વ્યક્તિ દેખાય તો એને પકડીને હિરાસતમાં લેવા માટે કહે છે જેથી એને પાછા મોકલવાની પ્રક્રિયા શરુ થઇ શકે. આ સિવાય મની લોન્ડરીંગના આરોપ પર નિરવ મોદીનો અમેરિકાનો બીઝનેસ સંભાળનાર ઉચ્ચ અધિકારી મિહિર ભણસાલી વિરુદ્ધ પણ ઇન્ટરપોલે આ જ રીતે નોટીસ જાહેર કરી હતી.
