US Visa/ અમેરિકાના વિઝા માટે નવા વર્ષથી ઈન્ટરવ્યૂ પોલિસી બદલાશે, વધુ રાહ જોવાનો અંત આવશે

US Visa News : અમેરિકા માટે 2025 થી નોન- ઈમિગ્રન્ટ્સ વિઝાની અરજી કરનારાઓને વિઝા ઈન્ટરવ્યૂના શિડ્યુલમાં કોઈપણ ચાર્જ વિના ફેરફાર કરવાની તક મળશે. જેથી સમયની બચત થશે. જો કે, આ ફેરફાર ફક્ત એક વખત જ કરાવી શકાશે.

World Trending

US Visa News :  અમેરિકા(America) જવાનું સ્વપ્ન સેવતા લોકો માટે આનંદના સમાચાર છે. યુનાઇટેડ સ્ટેટ્સ એમ્બેસી(USA)એ નોન-ઇમિગ્રન્ટ વિઝાના અરજદારો માટે નવી પોલિસી જાહેર કરી છે. આ નવી પોલિસી મુજબ 2025 થી વિઝા ઇન્ટરવ્યૂની તારીખમાં ફેરફાર કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ સાથે વિઝા અરજદારોને પોતાની અનુકૂળતા મુજબ ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ બદલી શકશે.

અમેરિકા(America) વિઝા ઈન્ટરવ્યૂ અપોઈન્ટમેન્ટમાં અનુકૂળતા અને સમયની બચત કરવાના ઉદ્દેશ સાથે યુએસ(US) એમ્બેસી 1 જાન્યુઆરી, 2025થી વિઝા રિશિડ્યુલિંગ પોલિસીમાં ફેરફાર કરી રહી છે. જેમાં એક વખત વિઝા અપોઈન્ટમેન્ટ લીધા બાદ કોઈ કારણોસર ફેરફાર કરાવી શકાશે. પરંતુ આ ફેરફાર ફક્ત એક વખત જ થઈ શકશે. જો તમે કરેલા ફેરફાર મુજબ પણ ઈન્ટરવ્યૂ ચૂકી ગયા તો તમારે બીજી વખત નવી એપોઈન્ટમેન્ટ લેવી પડશે અને એપ્લિકેશન ફી પણ નવેસરથી ચૂકવવી પડશે.

આ પહેલા વિઝા ઇન્ટરવ્યૂની તારીખમાં ફેરફાર કરવા માટે અરજદારોને ફરીથી ફી ભરવી પડતી હતી. પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી કરીને વિઝા અરજદારોને વધુ સરળતાથી ઇન્ટરવ્યૂ આપવાની તક મળી શકશે. આ નવી પોલિસી ફક્ત નોન-ઇમિગ્રન્ટ વિઝા જેવા કે ટુરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝા માટે લાગુ પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકામાં ભારતીયો માટે નોકરીની તકો વધી, હવે ગ્રીન કાર્ડ અને H-1B વિઝા મેળવવું સરળ બનશે!

આ પણ વાંચો: ગુજરાતીઓને તત્કાળ મળશે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા

આ પણ વાંચો: 2025માં અમેરિકાથી આવશે ‘ગુડ ન્યૂઝ’, વિઝા સ્લોટને લઈને અમેરિકા લેશે આ મોટો નિર્ણય! ભારતીયોને ફાયદો થશે