Not Set/ યુરોપિયન સાંસદોની ટીમની PM મોદી સાથે મુલાકાત, કલમ 370 નાબુદી બાદ પહેલીવાર કોઈ વિદેશી પ્રતિનિધિ મંડળ કાશ્મીરની મુલાકાતે

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી, યુરોપિયન યુનિયનના સાંસદોનું પ્રતિનિધિમંડળ પ્રથમ વાર કાશ્મીરનીમુલાકાત લેશે. યુરોપિયન યુનિયનના સાંસદોનું આ પ્રતિનિધિ મંડળ મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ કેવી છે તે જાણી શકે છે. આ સંદર્ભમાં, 28 સાંસદોની આ પ્રતિનિધિમંડળની ટીમે પીએમ મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોવાલ સાથે મુલાકાત કરી હતી. અહેવાલો અનુસાર, યુરોપિયન સંસદનું પ્રતિનિધિમંડળ મંગળવારે […]

Top Stories India
pm મોદી યુરોપિયન સાંસદોની ટીમની PM મોદી સાથે મુલાકાત, કલમ 370 નાબુદી બાદ પહેલીવાર કોઈ વિદેશી પ્રતિનિધિ મંડળ કાશ્મીરની મુલાકાતે

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી, યુરોપિયન યુનિયનના સાંસદોનું પ્રતિનિધિમંડળ પ્રથમ વાર કાશ્મીરનીમુલાકાત લેશે. યુરોપિયન યુનિયનના સાંસદોનું આ પ્રતિનિધિ મંડળ મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ કેવી છે તે જાણી શકે છે. આ સંદર્ભમાં, 28 સાંસદોની આ પ્રતિનિધિમંડળની ટીમે પીએમ મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોવાલ સાથે મુલાકાત કરી હતી. અહેવાલો અનુસાર, યુરોપિયન સંસદનું પ્રતિનિધિમંડળ મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં પણ જશે. કલમ 370 હટાવ્યા પછી કોઈપણ પ્રતિનિધિ મંડળની ટીમનો આ પ્રથમ પ્રવાસ હશે.

ઉલ્લેખનીય છે કે, આ બેઠક પછી વડા પ્રધાન કાર્યાલય તરફથી આ અંગે માહિતી આપતા કહેવામાં આવ્યું હતું કે ભારતની સંસ્કૃતિમાં યુરોપિયન સાંસદોનો રસ ખૂબ આનંદની વાત છે. ભારતના ઘણા ભાગો સહિત જમ્મુ-કાશ્મીરનો આ પ્રવાસ સફળ રહેશે. વિકાસ અને સંસ્કૃતિને વધુ સારી રીતે જાણવાની અને સમજવાની તક મળશે. આ પ્રતિનિધિમંડળની ટીમમાં કુલ 28 સભ્યો હશે. અગાઉ યુરોપિયન સંસદ દ્વારા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન એક શંકાસ્પદ દેશ છે અને કાશ્મીર દ્વિપક્ષીય બાબત છે.

અત્યારે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બની રહી છે. પોસ્ટપેઇડ મોબાઇલ સેવા ઘણી જગ્યાએ પુનસ્થાપિત કરવામાં આવી છે. કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં ઇન્ટરનેટ સેવા બંધ છે. પાકિસ્તાને ભારતને દુનિયાભરમાં બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે. પરંતુ દર વખતે તેના ઇરાદા પાર પડ્યા નથી. આ સમય દરમિયાન, પાકિસ્તાનના ઘણા મંત્રીઓએ ભારતને યુદ્ધની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં તેણે પરમાણુ હુમલો પણ કરવાનું કહ્યું છે. જે બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં વધુ તણાવ સર્જાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.