રોમ,
દુનિયામાં સૌથી ખુશ અને પ્રવાસ માટે કોઈ યોગ્ય દેશ છે તો તે ફિનલેન્ડ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દુનિયાના ૧૫૬ દેશો અંગે “વર્લ્ડ હેપ્પીનેશ રિપોર્ટ” જાહેર કરવામાં આવ્યો છે જેમાં ફિનલેન્ડ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જયારે કેટલીક કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહેલા બુરુંડીને અંતિમ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના લોકો માટે આ રિપોર્ટ ચિંતાજનક જોવામાં આવી રહ્યો છે.
યુએનના રિપોર્ટમાં ૧૫૬ દેશોમાંથી ભારતને ૧૩૩મું સ્થાન આપવામાં આવ્યું છે. ભારત દેશમાં લોકો કેટલા ખુશ છે તે અંગે જાહેર થયેલા આ રિપોર્ટની નવાઈની વાત એ છે કે, કટ્ટર પાડોશી અને આતંક પ્રભાવિત દેશ પાકિસ્તાન ભારત કરતા આગળ છે. રિપોર્ટમાં પાકિસ્તાનને ૭૫મું સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ચીન, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને મ્યાનમાર ભારત કરતા આગળ છે. વર્ષ ૨૦૧૭માં ભારતનું સ્થાન ૧૨૨ પર અને ૨૦૧૬માં ૧૧૮ પર હતું તે હવે ઘટીને ૧૩૩માં નંબરે આવી ગયું છે.

આ દેશો છે સૌથી ટોચ ઉપર :
ફિનલેન્ડ
નોર્વે
ડેનમાર્ક
આઈસલેન્ડ
સ્વિઝરલેન્ડ
નેધરલેન્ડ
કેનેડા
ન્યુઝીલેન્ડ
સ્વીડન
ઓસ્ટ્રેલિયા
UN દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ભારતના પાડોશી દેશોની સ્થિતિ :
૭૫ પાકિસ્તાન
૮૬ ચીન
૯૭ ભૂતાન
૧૦૧ નેપાળ
૧૧૫ બાંગ્લાદેશ
૧૧૬ શ્રીલંકા
૧૩૦ મ્યાનમાર
૧૩૩ ભારત
દુનિયાના દેશો જ્યાં પ્રવાસીઓ છે સૌથી ખુશ :
દુનિયામાં પ્રવાસીઓ માટે ખુશ રહેવા બાબતે ફિનલેન્ડ પણ નંબર ૧ પર છે. ત્યારબાદ ડેન્માર્ક, નોર્વે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સ્વીડન, સ્વિઝરલેન્ડ અને મેક્સિકોનો સમાવેશ થાય છે.
યુએનના રિપોર્ટમાં સૌથી પાછળના દેશ :
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં છેલ્લા ૭ વર્ષથી યદ્ધ ઝેલી રહેલું સીરિયા ૧૫૦માં નંબરે છે ત્યારબાદ રવાંડા (૧૫૧), યમન (૧૫૨), તંજાનિયા (૧૫૩), દક્ષિણી સુડાન (૧૫૪), મધ્ય આફ્રિકા ગણરાજ્ય (૧૫૫) અને સૌથી નીચે બુરુંડી (૧૫૬) આવે છે.
આ માપદંડોના આધારે નક્કી થાય છે વર્લ્ડ હેપ્પીનેશ રિપોર્ટ :
યુએન દ્વારા જાહેર કરવામાં આવતા વર્લ્ડ હેપ્પીનેશ રિપોર્ટમાં દુનિયાના દેશોની ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ, રાજકારણ, શહેરીકરણ મેનેજમેન્ટ, કોમ્યુનીકેશન અને ટેકનોલોજી, શિક્ષણ પર્યાવરણ અને ઉર્જા, આરોગ્ય, ધર્મ અને કાયદા અને વાહન વ્યવહાર વ્યવસ્થા તેમજ પરિવારજનોની સ્તિથને ધ્યાનમા રાખવામાં આવતું હોય છે.
