સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હાલમાં દુનિયાના સૌથી વધુ ખુશહાલ દેશોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખુશ રહેવાની બાબતમાં પાકિસ્તાન એ ભારતને બરાબરની ટક્કર આપી છે. આ યાદીમાં કુલ મળીને ૧૫૬ દેશનો સમાવેશ થાય છે જેમાં સૌથી પહેલા નંબરનું સ્થાન ફિનલેન્ડએ મેળવ્યું છે. સૌથી ઓછા ખુસ રહેતા દેશોમાં સીરિયા, તંજાનિયા,યમન અને રવાડા છે.
પ્રથમ નંબર પર આવનારો ફિનલેન્ડ દેશ
દુનિયાની હેપીનેસ કન્ટ્રીઝમાં ગયા વર્ષે ફિનલેન્ડ પાંચમાં સ્થાન પર હતુ પરંતુ એક વર્ષમાં તેને પ્રથમ નંબર હાસિલ કરી લીધો. ફિનલેન્ડને દુનિયાના તમામ દેશોમાંથી સૌથી સુરક્ષિત અને સ્થિર દેશ માનવામાં આવે છે. આ દેશમાં ભ્રષ્ટાચાર ઘણો ઓછો છે અને પ્રગતિશીલ દેશ છે.એવું કહેવાય છે કે અહિયાની પોલીસ એ સૌથી વધારે ભરોસાપાત્ર છે. અહીના લોકોની ખુશીનું એક કારણ એ પણ છે કે અહિયાં વસનારા લોકોનો ઈલાજ મફત થાય છે. ફિનલેન્ડ બાદ બીજા નંબર પર નોર્વે દેશ છે. ત્રીજા નંબર પર ડેન્માર્ક દેશ છે.
દુનિયાના ખુશ દેશોમાં ભારત પાકિસ્તાન કરતા ૫૮ ક્રમથી પાછળ
યુએનના વર્લ્ડ હેપીનેસ રીપોર્ટમાં કુલ ૧૫૬ દેશોનો સમાવેશ થાય છે. જેમાં ભારતનું સ્થાન ૧૩૩નું છે. જયારે પાડોશી દેશ પાકિસ્તાનની હાલત ભારત કરતા ઘણી સારી છે. તેનું સ્થાન ૭૫ નંબર પર છે.
એક વર્ષ પહેલા એટલે કે વર્ષ ૨૦૧૭માં ભારતનું સ્થાન ૧૨૨ પર હતું અને વર્ષ ૨૦૧૬માં ભારતનું સ્થાન ૧૧૮ પર હતું. આમ છેલ્લા ત્રણ વર્ષના રીપોર્ટ જોઈએ તો ભારતએ સ્થાન પાછળ જતું જાય છે.
પાકિસ્તાનની એક વર્ષમાં પરિસ્થિતિ સુધરી
ત્રણ વર્ષમાં ભારતની સ્થિતિ બગડી છે. તો બીજી બાજુ પાકિસ્તાનની સ્થિતિ સુધરી છે. ગયા વર્ષે તે ૮૦ નંબર પર હતું જયારે આ વર્ષના રીપોર્ટ મુજબ તે ૭૫માં ક્રમ પર છે.
શા માપદંડના આધારે કરવામાં આવ્યું છે રેન્કિંગ
દેશના ધંધાકીય પરિસ્થિતિ, શહેરીકરણ મેનેજમેન્ટ, કોમ્યુનીકેશન અને ટેકનોલોજી, સામાજિક સમસ્યા, શિક્ષણ અને કુટુંબ, પર્યાવરણ અને ઉર્જા, છત અને ખોરાક, રાજકારણ , આરોગ્ય સુવિધા, ધર્મ અને કાયદા અને વાહન વ્યવહાર વ્યવસ્થા આ તમામ ને ધ્યાનમાં રાખીને રેન્કિંગ કરવામાં આવે છે.
જુઓ આ છે ટોપ ૧૦ હેપીનેસ કન્ટ્રીઝ
૧. ફિનલેન્ડ
૨.નોર્વે
૩.ડેન્માર્ક
૪.આઈસલેન્ડ
૫.સ્વીત્ઝરલૅન્ડ
૬.નેધરલેંડ
૭.કેનેડા
૮.ન્યુઝીલેન્ડ
૯.સ્વીડન
૧૦.ઓસ્ટ્રેલિયા
.