Not Set/ ફીયરલેસ નાદિયા પર ગુગલે બનાવ્યું ડુડલ

છેલ્લાં કેટલાંક સમયથી ભારતની હસ્તિઓને શ્રધ્ધાંજલી આપવાની પંરપરા જાણીતા સર્ચ એન્જીન ગુગલે ચાલુ રાખી છે. ગુગલે ભારતના વિતેલાં જમાનાની એક માત્ર સ્ટંટ અભિનેત્રી ફીયરલેસ નાદિયાને યાદ કરીને તેમનું ડુડલ બનાવ્યું હતુ. ભારતમા નાદિયા તરીકે જાણીતા બનેલા અને મુળ ઓસ્ટ્રેલિયાના મૈરી એન્ટ ઇવન્સને તેમના 110માં જન્મદિવસ પર ગુગલે શ્રધ્ધા સુમન આપતા તેમનો હંટર સાથેનો ફોટો શેર […]

World
Fearless Nadia Google Doodle ફીયરલેસ નાદિયા પર ગુગલે બનાવ્યું ડુડલ

છેલ્લાં કેટલાંક સમયથી ભારતની હસ્તિઓને શ્રધ્ધાંજલી આપવાની પંરપરા જાણીતા સર્ચ એન્જીન ગુગલે ચાલુ રાખી છે. ગુગલે ભારતના વિતેલાં જમાનાની એક માત્ર સ્ટંટ અભિનેત્રી ફીયરલેસ નાદિયાને યાદ કરીને તેમનું ડુડલ બનાવ્યું હતુ. ભારતમા નાદિયા તરીકે જાણીતા બનેલા અને મુળ ઓસ્ટ્રેલિયાના મૈરી એન્ટ ઇવન્સને તેમના 110માં જન્મદિવસ પર ગુગલે શ્રધ્ધા સુમન આપતા તેમનો હંટર સાથેનો ફોટો શેર કર્યો હતો.

નાદિયાનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને તે 5 વર્ષની ઉંમરમાં ભારત આવી ગયા હતા.ભારતમાં બહુ નાની ઉંમરે નાદિયા ઘોડેસવારી, બેલી ડાન્સિંગ અને અન્ય અભ્યાસમાં તે નિપુણ થઈ ગયા હતા. નાદિયાના સાહસિક સ્વભાવે તેમને સર્કસમાં કામ કરવા પ્રેર્યા હતા.

Untitled design 44 ફીયરલેસ નાદિયા પર ગુગલે બનાવ્યું ડુડલ

સર્કસમાં કામ કરીને નાદિયાએ અદભુત સ્ટંટ કરવાના શરૂ કર્યા હતા.સર્કસમાં જ કામ કરતી સમયે તેમને તેમ સમયના જાણીતા ફિલ્મમેકર જમશેન બોમન હોમી વાડિયા મળ્યા હતા. પાછળથી આ બંને યુગલે લગ્ન પણ કરી લીધા હતા.

સર્કસના અનુભવે નાદિયાને ફિયરલેસ બનાવ્યા અને તેમને એક્શન ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થયું. ચાલતી ટ્રેનમાં કૂદકો મારવાનો હોય કેઝરણા પરથી જંપ કરવાનું હોય કે પછી ઘોડેસવારી કરતા કરતા સ્ટંટ કરવાના હોય.

mary ann evans aka fearless nadia in a still from carnival queen 1955 ફીયરલેસ નાદિયા પર ગુગલે બનાવ્યું ડુડલ

નાદિયા આ સાહસો પલકવારમાં કરી શકતા હતા. આ સાહસોના કારણે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને લોકો હન્ટરવાલીના નામથી ઓળખતા થયા હતા. 1935માં તેમણે હન્ટરવાલી નામની ફિલ્મ પણ કરી હતી. ફીયરલેસ નાદિયાનું મોત 1996માં મુંબઇમાં થયું હતું.