Not Set/ INX મીડિયા કેસ/ પી. ચિદમ્બરમને દિલ્હી HCનો મોટો ઝટકો, જામીન અરજી નામંજૂર

INX મીડિયા કેસમાં સંબંધિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેસમાં દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિ સુરેશકુમાર કૈતની અધ્યક્ષતાવાળી હાઈકોર્ટની સિંગલ બેંચે ચિદમ્બરમની રાહતની માંગણીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમના ઉપરના આરોપો ગંભીર સ્વભાવના છે. અને તેમને જામીન આપવા માટે આ કેસ યોગ્ય નથી. ન્યાયમૂર્તિ કૈટે વધુમાં જણાવ્યું […]

Top Stories India
Chidambaram Tihad INX મીડિયા કેસ/ પી. ચિદમ્બરમને દિલ્હી HCનો મોટો ઝટકો, જામીન અરજી નામંજૂર

INX મીડિયા કેસમાં સંબંધિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેસમાં દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિ સુરેશકુમાર કૈતની અધ્યક્ષતાવાળી હાઈકોર્ટની સિંગલ બેંચે ચિદમ્બરમની રાહતની માંગણીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમના ઉપરના આરોપો ગંભીર સ્વભાવના છે. અને તેમને જામીન આપવા માટે આ કેસ યોગ્ય નથી.

ન્યાયમૂર્તિ કૈટે વધુમાં જણાવ્યું હતું કે, “લાગે છે કે આ આરોપો ગંભીર સ્વભાવના છે અને તેઓએ ગુનામાં સક્રિય અને મુખ્ય ભૂમિકા ભજવી છે.” ચિદમ્બરમની મની લોન્ડરિંગ મામલાની તપાસ કરનારી તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગયા મહિને ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. જામીન અરજીની વિરુધ્ધ એજન્સીએ જણાવ્યું હતું કે ચિદમ્બરમે તેમના ઉચ્ચ પદ્દનો ઉપયોગ પોતાના અંગત લાભ માટે કર્યો હતો. 

ED તેની ચર્ચામાં કહ્યું, “ચિદમ્બરમે નાણાં પ્રધાન તરીકે કરેલા કામને કારણે ગુનાની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેમની સામેના ગુનાના પ્રકારને જોતાં જામીન મળવા જોઈએ નહીં. ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિને પીટર અને ઇન્દ્રની મુખર્જીને દ્વારા આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જે આ કેસમાં આરોપી છે. જો કે, પીટર અને ઇન્દ્રની મુખર્જી હાલમાં ઈંદ્રાણીની પુત્રી શીના બોરાની હત્યાના કેસમાં મુંબઇની જેલમાં બંધ છે.ED દ્વારા 2017માં પી. ચિદમ્બરમ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.