Technology/ iPhone 13નું ભારતમાં વેચાણ શરૂ, જાણો ક્યાં મોડલની કેટલી છે કિંમત

કિંમતોની વાત કરીએ તો Apple iPhone 13 Miniની કિંમત 128GB વેરિએન્ટ માટે 69,900 રૂપિયા, 256GB વેરિએન્ટ માટે 79,900 રૂપિયા અને 512GB વેરિએન્ટ માટે 99,900 રૂપિયા રાખવામાં આવી છે

Tech & Auto
ss 2 iPhone 13નું ભારતમાં વેચાણ શરૂ, જાણો ક્યાં મોડલની કેટલી છે કિંમત

ભારતમાં આઇફોન 13, આઇફોન 13 પ્રો, આઇફોન 13 પ્રો મેક્સ અને આઇફોન 13 મીનીનું વેચાણ શરૂ થઈ ગયું છે. આઇફોન 13 સેરીઝના મોડેલોનું વેચાણ આજે એટલે કે 24 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નવી સેરીઝનું વેચાણ પણ આજથી જ એપલ સ્ટોર અને મુખ્ય ઇ-કોમર્સ વેબસાઇટ પરથી શરૂ થશે.

ભારત સહિત ઓસ્ટ્રેલિયા, ચીન, કેનેડા, જાપાન, જર્મની, અમેરિકા અને યુકે જેવા દેશોમાં iPhone 13 સેરીઝનું વેચાણ આજથી શરૂ થઈ રહ્યું છે. iPhone 13 ભારતમાં રિટેલ આઉટલેટ્સ, એપલ સ્ટોર અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ, રિલાયન્સ ડિજિટલ અને ક્રોમા સ્ટોર્સ પરથી પણ તેને ખરીદી શકાશે. જે ગ્રાહકોએ ભારતમાં આઇફોન 13 સીરીઝનો પ્રી-ઓર્ડર આપ્યો છે. તેઓ પણ આજથી ડિલિવરી મળવાનું શરૂ થઈ જશે.ss iPhone 13નું ભારતમાં વેચાણ શરૂ, જાણો ક્યાં મોડલની કેટલી છે કિંમત

Miniની કિંમત 

કિંમતોની વાત કરીએ તો Apple iPhone 13 Miniની કિંમત 128GB વેરિએન્ટ માટે 69,900 રૂપિયા, 256GB વેરિએન્ટ માટે 79,900 રૂપિયા અને 512GB વેરિએન્ટ માટે 99,900 રૂપિયા રાખવામાં આવી છે. આ સાથે iPhone 13ના 128GB વેરિએન્ટની કિંમત 79,900 રૂપિયા, 256GB વેરિએન્ટની કિંમત 89,900 રૂપિયા અને 512GB વેરિએન્ટની કિંમત 1,09,900 રૂપિયા છે.

1 TBની કિંમત 

iPhone 13 Proની વાત કરીએ તો, તેના 128GB વેરિએન્ટની કિંમત 1,19,900 રૂપિયા, 256GB વેરિએન્ટની કિંમત 1,29,900 રૂપિયા અને 512GB વેરિએન્ટની કિંમત 1,49,900 રૂપિયા છે. તેના ટોપ 1TB વેરિએન્ટની કિંમત 1,69,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. છેલ્લે, iPhone Pro 13 Pro Maxની વાત કરીએ તો, તેના 128GB વેરિએન્ટની કિંમત 1,29,900 રૂપિયા, 256GB વેરિએન્ટની કિંમત 1,39,900 રૂપિયા, 512GB વેરિએન્ટની કિંમત 1,59,900 રૂપિયા અને 1TB વેરિએન્ટની કિંમત 1,79,900 રૂપિયા છે.

Untitled 285 iPhone 13નું ભારતમાં વેચાણ શરૂ, જાણો ક્યાં મોડલની કેટલી છે કિંમત

કેશબેક મળશે 

સેલ ઓફરની વાત કરીએ તો ગ્રાહકોને HDFC બેંક કાર્ડ દ્વારા એપલ ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી iPhone 13 અને iPhone 13 મિનીની ખરીદી પર 6,000 રૂપિયાનું કેશબેક મળશે. તેવી જ રીતે, iPhone 13 Pro અને iPhone 13 Pro Max પર ગ્રાહકોને HDFC કાર્ડ પર 5,000 રૂપિયાનું કેશબેક મળશે. પસંદગીના રિટેલ સ્ટોર્સ વધારાના એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ આપશે. એપલ સ્ટોર ઓનલાઈન પર ટ્રેડ-ઈન દ્વારા ગ્રાહકોને રૂ. 46,120 સુધીનો લાભ પણ મળશે.

Untitled 286 iPhone 13નું ભારતમાં વેચાણ શરૂ, જાણો ક્યાં મોડલની કેટલી છે કિંમત