Technology/ iPhone અને Android યૂઝર્સ નેટવર્ક વગર પણ કરી શકે છે કોલ, જાણો કેવી રીતે

ઘણા ટેલિકોમ ઓપરેટરો તેમના યૂઝર્સને વાઇ-ફાઇ કોલિંગ સુવિધા આપી રહ્યા છે, જેની મદદથી નેટવર્ક વગર પણ કોલિંગ કરી શકાય છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ ચલાવતા ઘણા ફોનમાં આ ઇનબિલ્ટ સુવિધા છે, ફક્ત તેને સક્રિય કરવી પડશે. આઇફોન યૂઝર્સ પહેલા ફોનના સેટિંગ્સ પર જવું પડશે અને ત્યારબાદ ચેક વાઇ-ફાઇ કોલિંગ પર ક્લિક કરવું પડશે. અહીં તમારે વાઇફાઇ […]

Tech & Auto
phone talk iPhone અને Android યૂઝર્સ નેટવર્ક વગર પણ કરી શકે છે કોલ, જાણો કેવી રીતે

ઘણા ટેલિકોમ ઓપરેટરો તેમના યૂઝર્સને વાઇ-ફાઇ કોલિંગ સુવિધા આપી રહ્યા છે, જેની મદદથી નેટવર્ક વગર પણ કોલિંગ કરી શકાય છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ ચલાવતા ઘણા ફોનમાં આ ઇનબિલ્ટ સુવિધા છે, ફક્ત તેને સક્રિય કરવી પડશે.

How to enable Wi-Fi Calling on your Apple iPhone

આઇફોન યૂઝર્સ પહેલા ફોનના સેટિંગ્સ પર જવું પડશે અને ત્યારબાદ ચેક વાઇ-ફાઇ કોલિંગ પર ક્લિક કરવું પડશે. અહીં તમારે વાઇફાઇ કોલિંગ ચાલુ કરવું પડશે. ત્યારબાદ તમારે પાછળના બટનને દબાવીને પહેલાંની સ્ક્રીન પર જવું પડશે. ત્યાં તમારે ‘અન્ય ડિવાઇસ’ પર ક્લિક કરવું પડશે. પછી તમારે ફક્ત અન્ય ફોન્સ માટે આ સુવિધા ચાલુ કરવી પડશે.

Make A Wi-Fi Calling on Samsung Galaxy S7

5G ટેકનોલોજી સાથે લોન્ચ થયો Galaxy S20 FE, મળી રહ્યું છે 8000નું કેશબેક

એન્ડ્રોઇડ યૂઝરે સૌથી પહેલા સેટિંગ્સ નેટવર્ક અને ઇન્ટરનેટને ચેક કરવું પડશે અને પછી વાઇફાઇ કોલિંગ ચેક કરવું પડશે. તમારે તમારા ટેલિકોમ ઓપરેટર દ્વારા અપાયેલી ગાઇડલાઇનું પાલન કરવું પડશે. ત્યારબાદ તમે તમારા સ્માર્ટફોન પર વાઇફાઇ કોલિંગને સક્રિય કરી શકો છો.

આ સુવિધા ઇનેબલ થઇ જાય પછી તમે કોઈપણ નેટવર્ક પર કોલ કરી શકો છો. આ માટે તમારો ફોન Wi-Fi થી કનેક્ટ કરવો જોઈએ. સાથે જ ચેક કરો કે તમારું નેટવર્ક પ્રોવાઇડર વાઇફાઇને સપોર્ટ આપે છે કે નહીં. તમે કસ્ટમર કેર સાથે વાત કરીને પણ માહિતી મેળવી શકો છો.

Phone talk Pictures, Phone talk Stock Photos & Images | Depositphotos®

મળતી માહિતી મુજબ, હમણાં એરટેલ, જિયો, વોડાફોન આઇડિયા તેના યૂઝર્સોને મફત વાઇફાઇ કોલિંગ સુવિધા આપી રહી છે. આ માટે તમારે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. જો કે, બીએસએનએલ યૂઝર્સને વાઇફાઇ કોલિંગ કરવા માટે વિંગ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને સર્વિસ માટે 1099 રૂપિયા નોંધણી ફી પણ ચૂકવવી પડશે.