Not Set/ IPL નાં ઈતિહાસ નોંધાયુ લુંગી નગિડીનું નામ, જુઓ આ છે તેનો શરમજનક રેકોર્ડ

  ચેન્નાઈનાં કેપ્ટન એમએસ ધોનીએ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઇપીએલ 2020 ની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાને 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 216 રન બનાવ્યા હતા. શરૂઆતમાં રાજસ્થાને યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સ્ટીવ સ્મિથને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ જયસ્વાલ 3.2 ઓવરમાં 6 […]

Uncategorized
ad3384bf6f88ceb5319c1fe40e2c6f0e IPL નાં ઈતિહાસ નોંધાયુ લુંગી નગિડીનું નામ, જુઓ આ છે તેનો શરમજનક રેકોર્ડ

 

ચેન્નાઈનાં કેપ્ટન એમએસ ધોનીએ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઇપીએલ 2020 ની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાને 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 216 રન બનાવ્યા હતા. શરૂઆતમાં રાજસ્થાને યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સ્ટીવ સ્મિથને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ જયસ્વાલ 3.2 ઓવરમાં 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્રીજા નંબરે આવેલા વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન (74) અને સ્મિથ (52) ટીમને 12 મી ઓવરમાં 132 નાં સ્કોર પર લઈ ગયા હતા.

બીજી તરફ, ઇનિંગ્સ આગળ વધતા ચેન્નાઈની બોલિંગ બગડી રહી હતી. ઇનિંગની છેલ્લી ઓવર ચેન્નાઈનાં કેપ્ટન ધોનીએ નિષ્ણાંત લુંગી નગિડીને કરવાની મંજૂરી આપી હતી. રાજસ્થાનનાં બોલર જોફ્રા આર્ચેરે 4 છક્કાની મદદથી આ ઓવરમાં 30 રન બનાવ્યા હતા. તેમાં બે નો-બોલ અને એક વાઇડ બોલ સામેલ છે. આ ખૂબ જ નબળા બોલિંગ પ્રદર્શનને કારણે નગિડીએ એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. તે 20 મી ઓવરમાં આઈપીએલમાં સંયુક્ત રીતે સર્વોચ્ચ રન આપનાર બોલર બની ગયો છે.

બીજી બાજુ, સીએસકે 6 વિકેટે 200 રન જ બનાવી શકી હતી. વળી રાજસ્થાને 16 રને જીત મેળવી ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. સીએસકેનો આ બે મેચમાં પ્રથમ પરાજય છે. તેણે પહેલી મેચ મુંબઈ સામે જીતી ટૂર્નામેન્ટની પહેલી જીત મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.