Not Set/ IPL 2018 : પંજાબને ૫ વિકેટે હરાવી ચેન્નઈએ મેળવી શાનદાર જીત

પુના પુનાના MCA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૫ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૫૪ રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈની ટીમે ૫ બોલ બાકી રાખી વટાવતા ટુર્નામેન્ટમાં નવમો વિજય હાંસલ કર્યો હતો. બીજી બાજુ આ હાર સાથે જ પંજાબ પ્લેઓફમાંથી બહાર થઇ ગયું છે. That's how the […]

Sports
DdpfSsPUwAA yUR IPL 2018 : પંજાબને ૫ વિકેટે હરાવી ચેન્નઈએ મેળવી શાનદાર જીત

પુના

પુનાના MCA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૫ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૫૪ રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈની ટીમે ૫ બોલ બાકી રાખી વટાવતા ટુર્નામેન્ટમાં નવમો વિજય હાંસલ કર્યો હતો. બીજી બાજુ આ હાર સાથે જ પંજાબ પ્લેઓફમાંથી બહાર થઇ ગયું છે.

CSKના શાનદાર વિજયના હિરો મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈના, ઝડપી બોલર લુંગી એન્ગીડી, અને દિપક ચહર રહ્યા હતા. પરંતુ લુંગી એન્ગીડીને શાનદાર બોલિંગ પરફોર્મન્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. એન્ગીડીએ  ૪ ઓવરમાં માત્ર ૧૦ રન આપી ૪ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૧૭.૧ ઓવરમાં જ ૧૫૩ રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને કેરેબિયન સ્ફોટક ઓપનર બેટ્સમેન ક્રિશ ગેયલ પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે ઇનફોર્મ બેટ્સમેન કે એલ રાહુલ આ મેચમાં માત્ર ૭ રન બનાવી આઉટ થયો હતો.

બંને ઓપનરોના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા મિડલ ઓર્ડર બેટ્સમેન એરોન ફિન્ચ પણ માત્ર ૪ રન બનાવ્યા હતા જયારે મનોજ તિવારીએ ૩૦ બોલમાં ૩૫ રન ફટકાર્યા હતા. જો કે ત્યારબાદ કરુણ નાયરે માત્ર ૨૬ બોલમાં ૫૪ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. નાયરે ૫૪ રનની ઇનિંગ્સમાં ૩ ચોક્કા અને ૫ સિક્સર ફટકારી હતી. ચેન્નઈ તરફથી ઝડપી બોલર લુંગી એન્ગીડીએ સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી જયારે શાર્દુલ ઠાકુર અને ડ્વેન બ્રાવોએ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૫૪ રનના ટાર્ગેટને CSKની ટીમે ૧૯.૧ ઓવરમાં ૫ વિકેટના નુકશાને જ વટાવી શાનદાર વિજય મેળવ્યો હતો. ૧૫૪ રનના લક્ષ્યનો પીછો કરતા ચેન્નઈની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન અંબતી રાયડુ માત્ર ૧ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે ડુ પ્લેસિસે ૧૪ રન બનાવી આઉટ થયો હતો.

જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ ૪૮ બોલમાં અણનમ ૬૧ રનની મેચ વિનિંગ રમી હતી. ૬૧ રનની ઇનિંગ્સમાં રૈનાએ ૪ ચોક્કા અને ૨ સિક્સર ફટકારી હતી. જયારે દિપક ચહરે માત્ર ૨૦ બોલમાં ૩૯ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. પંજાબ તરફથી સ્પિન બોલર આર અશ્વિન અને રાજપૂતે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.