Not Set/ IPL 2018 : જેસન રોયની તૂફાની ઇનિંગે આંચકી મુંબઈની પ્રથમ જીત, DDની ટીમે ૭ વિકેટે મેળવી શાનદાર જીત

મુંબઈ, મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં દિલ્લી ડેરડેવિલ્સની ટીમે ૭ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૧૯૫ રનના ટાર્ગેટને મેચના અંતિમ બોલે વટાવી દિલ્લીની ટીમે ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી હતી. https://twitter.com/IPLT20_Official/status/985158504565571584 દિલ્લી ડેરડેવિલ્સના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન જેસન રોય, વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંથ રહ્યા […]

Uncategorized
fhdfh IPL 2018 : જેસન રોયની તૂફાની ઇનિંગે આંચકી મુંબઈની પ્રથમ જીત, DDની ટીમે ૭ વિકેટે મેળવી શાનદાર જીત

મુંબઈ,

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં દિલ્લી ડેરડેવિલ્સની ટીમે ૭ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૧૯૫ રનના ટાર્ગેટને મેચના અંતિમ બોલે વટાવી દિલ્લીની ટીમે ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી હતી.

https://twitter.com/IPLT20_Official/status/985158504565571584

દિલ્લી ડેરડેવિલ્સના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન જેસન રોય, વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંથ રહ્યા હતા. પરંતુ ઈંગ્લેંડના સ્ફોટક ઓપનર બેટ્સમેન જેસન રોયને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રોયે ૫૩ બોલમાં ૬ સિક્સર અને ૬ ચોક્કાની મદદથી સૌથી વધુ અણનમ ૯૧ રન બનાવ્યા હતા અને ટીમના વિજયમાં મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો હતો.

ટોસ હારીને પ્રથમ પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૯૪ રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ઓપનર બેટ્સમેન સુર્યકુમાર યાદવ અને કેરેબિયન સ્ફોટક ઓપનર ઈર્વીન લુઇસે પ્રથમ વિકેટ માટે ૧૦૨ રનની ભાગીદારી નોધાવી હતી. સુર્યકુમાર યાદવે ૩૨ બોલમાં ૫૩ રન જયારે લુઇસે ૨૮ બોલમાં ૪ સિક્સર સાથે તુફાની ૪૮ રન બનાવ્યા હતા. જયારે વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને ૨૩ બોલમાં ૪૪ રન ફટકાર્યા હતા.

દિલ્લી ડેરડેવિલ્સ તરફથી ઝડપી બોલર બોલ્ટ, ડેનિયલ ક્રિશ્યન અને રાહુલ તીવેટિયાએ અમુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૧૯૫ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી દિલ્લીની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન ગૌતમ ગંભીર માત્ર ૧૫ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. ત્યારબાદ ક્રિઝ પર આવેલા વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંથ અને જેસન રોય વચ્ચે મેચ વિનિંગ ભાગીદારી નોધાવી હતી.

વૃષભ પંથ માત્ર ૨૫ બોલમાં ૪૭ રન બનાવી આઉટ થયો હતો જયારે ઓપનર બેટ્સમેન જેસન રોય મેચના અંત સુધી ક્રિઝ પર ટકી રહ્યો હતો અને ૯૧ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી. મેચના અંતમાં શ્રેયસ અય્યરે ૨૦ બોલમાં ૨૭ રન ફટકાર્યા હતા. મુંબઈ તરફથી ઓલરાઉન્ડર ખેલાડી કૃણાલ પંડ્યાએ ૨ વિકેટ ઝડપી હતી જયારે ઝડપી બોલર મુસ્તાફીઝુર રહેમાને ૧ વિકેટ ઝડપી હતી.