Not Set/ IPL 2018 : રો-હિટ શર્માની ૫૬ રનની કેપ્ટન ઇનિંગ્સ સાથે મુંબઈએ મેળવી શાનદાર જીત

પુના, પુનાના MCA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમે ૮ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલા ૧૭૦ રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈની ટીમે ૧૯.૪ ઓવરમાં માત્ર ૨ વિકેટના નુકશાને જ વટાવી સતત હાર બાદ ટુર્નામેન્ટમાં પોતાનો બીજો વિજય હાંસલ કર્યો હતો. મુંબઈ […]

Sports

પુના,

પુનાના MCA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમે ૮ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલા ૧૭૦ રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈની ટીમે ૧૯.૪ ઓવરમાં માત્ર ૨ વિકેટના નુકશાને જ વટાવી સતત હાર બાદ ટુર્નામેન્ટમાં પોતાનો બીજો વિજય હાંસલ કર્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન સુર્યકુમાર યાદવ, કેપ્ટન રોહિત શર્મા અને ઝડપી બોલર મેકલેનેગન રહ્યા હતા. પરંતુ રોહિત શર્માને ૫૬ રનની કેપ્ટન ઇનિંગ્સના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૬૯ રનનો સ્કોર ખડકયો હતો. CSKની ટીમ તરફથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઓપનર બેટ્સમેન અંબાતી રાયડુએ ૩૫ બોલમાં ૪૬ રન બનાવ્યા હતા જયારે ઓલરાઉન્ડર ખેલાડી શેન વોટસન માત્ર ૧૨ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો.

જો કે ત્યારબાદ મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ ટીમનો એક છેડો સાચવી રાખી ૪૭ બોલમાં ૭૫ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સ દરમિયાન રૈનાએ ૪ ગગનચુંબી સિક્સરો પણ ફટકારી હતી. જયારે મુંબઈની ટીમ તરફથી ઝડપી બોલર મેકલેનેગન અને સ્પિન બોલર કૃણાલ પાંડયાએ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

ચેન્નઈ દ્વારા આપવામાં આવેલા ૧૭૦ રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૧૯.૪ ઓવરમાં માત્ર ૨ વિકેટના નુકશાને જ વટાવી વિજયના પાટા પર ફર્યું હતું. MI તરફથી કેરેબિયન સ્ફોટક ઓપનર લુઇસ તેમજ સૂર્યકુમાર યાદવની જોડીએ પ્રથમ વિકેટ માટે ૬૯ રનની ભાગીદારી નોધાવી હતી. લુઇસે ૪૭ રન જયારે ઓપનર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ૩૪ બોલમાં ૪૪ રન બનાવી આઉટ થયા હતા.

બંને ઓપનરોના આઉટ થયા બાદ કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ફિફ્ટી ફટકારતા ટીમને વિજય અપાવ્યો હતો. રોહિત શર્માએ ૩૩ બોલમાં ૬ ચોક્કા અને ૨ સિક્સર સાથે ૫૬ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જયારે CSKની ટીમ તરફથી સ્પિન બોલર ઇમરાન તાહિરે અને ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ અનુક્રમે  ૧-૧ વિકેટ ઝડપી હતી.