Diamond League/ ગોલ્ડન બોય ‘નીરજ ચોપરા’એ વધુ એક કમાલ કરી: ઝ્યુરિચ ડાયમંડ લીગમાં આટલા મીટરનો થ્રો ફેંક્યો

ભારતના સ્ટાર એથ્લેટ ગોલ્ડન બોય નીરજ ચોપરા ફરી એકવાર એક્શનમાં જોવા મળ્યા છે.તેમણે ગુરુવારે ઝ્યુરિચ ડાયમંડ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Trending Sports

ભારતના સ્ટાર એથ્લેટ ગોલ્ડન બોય નીરજ ચોપરા ફરી એકવાર એક્શનમાં જોવા મળ્યા છે.તેમણે ગુરુવારે ઝ્યુરિચ ડાયમંડ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં 85.71 મીટરના થ્રો કરીને બીજા ક્રમે રહ્યો હતો. નવા વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ 80.79 મીટરના થ્રો કરીને સ્પર્ધાની શરૂઆત કરી હતી. પ્રથમ રાઉન્ડમાં અન્ય કોઈ એથ્લેટ તેને પાર કરી શક્યો ન હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા જેકબ વાડલેજે આ રાઉન્ડમાં ફાઉલ કર્યો હતો. જ્યારે પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ માત્ર 78.78 મીટર થ્રો ફેંકી શક્યો હતો.

નીરજ ચોપરા બીજા રાઉન્ડમાં પરાજય થયો હતો

જોકે, બીજો રાઉન્ડ નીરજ ચોપરા માટે સારો રહ્યો ન હતો. તેમણે આ રાઉન્ડમાં ફાઉલ કર્યો હતો. જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા જેકબ વાડલેજે 83.46 મીટરના થ્રો સાથે લીડ મેળવી હતી. આ રાઉન્ડમાં જર્મનીના જુલિયન વેબરે ધમાકેદાર પ્રદર્શન કરીને લીડ મેળવી હતી. તેમણે 84.75 મીટરના થ્રો કરીને જેકબ વાડલેજને પાછળ છોડી દીધો હતો. નીરજ ફરી એકવાર ત્રીજા રાઉન્ડમાં હારી ગયા હતા. તેમણે બીજો ફાઉલ કર્યો. જો કે વાડલેજ 83.46 મીટરના તેના અગાઉના પ્રયાસમાં સુધારો કરી શક્યો ન હતો. તે માત્ર 80.04 મીટર થ્રો ફેંકી શક્યો હતો.

ચોથા રાઉન્ડમાં કાંટાની ટક્કર

ચોથા રાઉન્ડમાં કાંટાની ટક્કર જોવા મળી હતી. જુલિયન વેબરે 85.04 મીટરનો થ્રો કર્યો હતો. આ રાત્રિનો પ્રથમ થ્રો હતો, જે 85થી ઉપર હતો. આ થ્રો બાદ તે બીજા સ્થાને આવી ગયો હતો. ત્યાર બાદ વાડલેજે તેને પાછળ છોડીને 85.86 મીટર થ્રો કરીને તેને ચોંકાવી દીધો હતો. આ સાથે તે ટોચ પર પહોંચી ગયો. બાદમાં ભારતીય સ્ટાર નીરજે શાનદાર વાપસી કરી હતી અને 85.22 મીટરના થ્રો સાથે ધમાલ મચાવી હતી. આ થ્રો સાથે તે બીજા સ્થાને પહોંચી ગયો હતો.

ફાઈનલ રાઉન્ડમાં 85.71 મીટરનો થ્રો કર્યો

વડલેજ પાંચમા રાઉન્ડમાં ફાઉલ થયો હતો. વેબર ત્રીજા સ્થાને રહ્યો કારણ કે તેનો 82.01 મીટરનો થ્રો તેને નીરજથી આગળ ન લઈ શક્યો. આ રાઉન્ડમાં નીરજે ફાઉલ કર્યો હતો. ત્યાર બાદ વડલેજ, નીરજ અને વેબર ફાઈનલ રાઉન્ડમાં પહોંચ્યા હતા. અંતિમ રાઉન્ડમાં નીરજે પ્રથમ શોટમાં 85.71 મીટરનો શ્રેષ્ઠ થ્રો ફોંક્યો હતો. જો કે આ વડલેજથી આગળ નીકળી જવા માટે પૂરતું ન હતું.

ફાઈનલ 16 અને 17 સપ્ટેમ્બરે યુજીનમાં યોજાશે

ઉલ્લેખનિય છે કે,નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2022ના સ્ટોકહોમ સ્ટેજમાં એક નવો પર્સનલ બેસ્ટ બનાવ્યો હતો. આ દરમિયાન તેમણે પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો હતો. તે 89.94 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો, જે તેનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ થ્રો પણ છે. નીરજ ચોપરા હવે ડાયમંડ લીગમાં જીતની હેટ્રિક પૂર્ણ કરવા અને 16 અને 17 સપ્ટેમ્બરના રોજ યુજીનમાં યોજાનારી ફાઈનલ માટે ક્વોલિફાય કરવા પર નજર રાખશે. જોકે, કોન્ટિનેંટલ ટૂર અને ડાયમંડ લીગમાં મેડલ આપવામાં આવતા નથી.

આ પણ વાંચો:ચંદ્ર પર ઈસરોને મોટી સફળતા, પ્રજ્ઞાન રોવરે શોધી કાઢ્યો ઓક્સિજન, હાઈડ્રોજનની શોધ ચાલુ

આ પણ વાંચો:બકરીની બાબતે થયો ઝઘડો, પાડોશીએ યુવકના ગુપ્તાંગને ચાવી ખાધું…

આ પણ વાંચો:‘સર્જિકલ સ્ટ્રાઈક અને ગોધરા જેવી ઘટનાઓને અંજામ આપી શકે છે ભાજપ ‘, સંજય રાઉતનો દાવો

આ પણ વાંચો:આદિત્ય L1 સાથે શું છે PAPAનું કનેક્શન, કેવી રીતે થશે ફાયદો, જાણો મિશનની કુલ કિંમત