Not Set/ IPL 2019: પંજાબની રાજસ્થાન રોયલ્સ સામે જીત, રાજસ્થાનની સીઝનની છઠ્ઠી હાર

મોહાલી, આઇપીએલનો મુકાબલો દિવસે દિવસે વધુને વધુ રોમાંચક બની રહ્યો છે ત્યારે આઇપીએલની 12મી સીઝનના 32મા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને 12 રને હરાવ્યું હતું. રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 182 રન બનાવ્યા હતા. તેન જવાબમાં રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 170 […]

Uncategorized
Punjab Won IPL 2019: પંજાબની રાજસ્થાન રોયલ્સ સામે જીત, રાજસ્થાનની સીઝનની છઠ્ઠી હાર

મોહાલી,

આઇપીએલનો મુકાબલો દિવસે દિવસે વધુને વધુ રોમાંચક બની રહ્યો છે ત્યારે આઇપીએલની 12મી સીઝનના 32મા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને 12 રને હરાવ્યું હતું. રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 182 રન બનાવ્યા હતા. તેન જવાબમાં રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 170 રનમાં જ પેવેલિયન ભેગી થઇ હતી. પંજાબે સતત બે હાર બાદ આ જીત હાંસલ કરી છે.

પંજાબ માટે લોકેશ રાહુલે 47 બોલમાં 52 રન બનાવ્યા હતા જ્યારે મિલરે 27 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 40 રન ફટકાર્યા હતા. સૂકાની રવિચંદ્રન અશ્વિને 4 બોલમાં અણનમ 17 રનનું યોગદાન આપ્યું હતું.

રાજસ્થાનની ટીમમાંથી રાહુલ ત્રિપાઠીએ 50 રન ફટકાર્યા હતા. સ્ટૂઅર્ટ બિન્નીએ 11 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 33 રન બનાવ્યા હતા. પંજાબની સૂકાની અશ્વિન, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ ઝડપી હતી.

રાજસ્થાનની પારી

183 રનને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનને જોસ બટલરની વિકેટ ગુમાવી હતી. તે 23 બનાવીને આઉટ થયો હતો. અર્શદીપ સિંહે આઇપીએલ કારકિર્દીની પહેલી વિકેટ લેતા બટલરને પેવેલિયન ભેગો કર્યો હતો. સંજૂ સેમસનના 27 અને રાહુલ ત્રિપાઠીના 50 રનથી બીજી વિકેટ માટે 59 રન જોડ્યા હતા. સંજૂને રવિચંદ્રન અશ્વિને બોલ્ડ કર્યો હતો.

પંજાબે 183 રનનો લક્ષ્યાંક આપ્યો

આ પહેલા પંજાબે લોકેશ રાહુલની 52 રનની અર્ધશતકીય પારી અને ડેવિડ મિલરની 40 રનની વિસ્ફોટક બેટિંગથી 85 રનની મજબૂત ભાગીદારી તેમજ સૂકાની રવિચંદ્રન અશ્વિનના છેલ્લી ઓવરમાં આક્રમક બેટિંગના સહારે 6 વિકેટના નુકસાને રાજસ્થાનને 182 રનનો પડકારજનક સ્કોર આપ્યો હતો. આર્ચરે 15 રન આપીને 3 વિકેટ ખેરવી હતી. અશ્વિને અંતિમ ઓવરમાં 4 બોલમાં અણનમ 17 રન બનાવ્યા હતા.

બંને ટીમ

પંજાબઃ આર.અશ્વિન(કેપ્ટન), લોકેશ રાહુલ(વિકેટ કિપર), ક્રિસ ગેઈલ, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, મુજીબ ઉર રહમાન, કરૂણ નાયર, ડેવિડ મિલર, મનદીપ સિંહ, સૈમ કરન, એન્ડ્રૂ ટાય, મુરૂગન અશ્વિન, મોહમ્મદ શામી, મોઈસેસ હેનરિક્સ, વરૂણ ચક્રવર્તી, હરપ્રીત બરાર, સિમરન સિંહ, નિકોલસ પૂરન, હાર્ડુસ વિલજોએન, અંકિત રાજપૂત, અર્શદીપ સિંહ, દર્શન, અગ્નિ અયાચી.

રાજસ્થાન રોયલ્સઃ અજિંક્ય રહાણે(કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, સંજૂ સેમસન, શ્રેયસ ગોપાલ, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ, કૃષ્ણપ્પા ગૌતમ, જોસ બટલર(વિકેટ કિપર), જોફરા આર્ચર, ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ. બેન સ્ટોક્સ, વરૂણ એરોન, મનન વોહરા, આર્યમન બિરલા, શશાંક સિંહ, રિયાન પરાગ, સ્ટુઅર્ટ બિન્ની,શુભમન રંજાને, મહિપાલ લોમરોર, પ્રશાંત ચોપડા, ઈશ સોઝી, ઓશાને થૉમસ, સુધીસન મિથુન.