Not Set/ IPL 2019: રસેલ અને રબાડા વચ્ચે જામશે રોચક જંગ, આજે કોલકાતા-દિલ્હી ટકરાશે

આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ પર કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મુકાબલો થશે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં દિલ્હીની ટીમ આ મેદાન પર કોલકાતા સામે માત્ર એક જ મેચ જીતી શકી છે. આજનો મેચ આંદ્રે રસેલની વિસ્ફોટક બેટિંગ અને કગિસો રબાડાની ઘાતક બોલિંગને કારણે રોમાંચક બની રહેશે. અગાઉ 30 માર્ચના રોજ બન્ને ટીમ વચ્ચે મેચ થઇ હતી. […]

Uncategorized
kkrvdc 1 IPL 2019: રસેલ અને રબાડા વચ્ચે જામશે રોચક જંગ, આજે કોલકાતા-દિલ્હી ટકરાશે

આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ પર કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મુકાબલો થશે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં દિલ્હીની ટીમ આ મેદાન પર કોલકાતા સામે માત્ર એક જ મેચ જીતી શકી છે. આજનો મેચ આંદ્રે રસેલની વિસ્ફોટક બેટિંગ અને કગિસો રબાડાની ઘાતક બોલિંગને કારણે રોમાંચક બની રહેશે.

અગાઉ 30 માર્ચના રોજ બન્ને ટીમ વચ્ચે મેચ થઇ હતી. જેમાં દિલ્હીએ કોલકાતાને સુપર ઓવરમાં હરાવ્યું હતું. કોલકાતા અને દિલ્હી વચ્ચે અત્યારસુધી કુલ 24 મેચ રમાઇ છે. જેમાંથી 13 મેચમાં કોલકાતાની ટીમ જીતી છે જ્યારે દિલ્હીની ટીમ માત્ર 10 મેચમાં જ સફળતા હાંસલ કરી શકી છે.

પોઇન્ટ ટેબલમાં 6 મેચમાંથી 4 મેચમાં વિજય મેળવનાર કેકઆર તરફથી આંદ્રે રસેલનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે. રસેલે પાંચ મેચમાં 257 રન બનાવ્યા છે. તેમાં 150 રન તો માત્ર છગ્ગાથી જ બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 212.39 છે. તેથી દિલ્હી કેપિટલ્સ માટે તે મોટો પડકાર બની શકે છે.

જો કે રસપ્રદ વાત અહીંયા એ છે કે કેકેઆરને દિલ્હી કેપિટલ્સ વિરુદ્વ હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીએ સુપરઓવરમાં જીત હાંસલ કરી હતી જેમાં રબાડાની ઘાતક યોર્કર બોલિંગ દ્વારા કેકેઆર ઘૂંટણીયે પડ્યું હતું. રબાડાએ સુપરઓવરમાં 11 રન બચાવવાના હતા. જેમા તેણે રસેલને ક્લિન બોલ્ડ કરીને દિલ્હીને જીત અપાવી હતી. એક તરફ કેકેઆર આ હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે જ્યારે દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પાંચમાં સામેલ થવા કટિબદ્વ રહેશે.