Not Set/ IPL 2019 : મુંબઇ સામે કોલકતાની સંઘર્ષમય જીત, રોહિત શર્મા આવ્યો વિવાદોમાં, જાણો

કોલકતા, કોલકતાએ ઇડન ગાર્ડન્સમાં પહેલા બેટીંગ કરતા મુંબઇને જીત માટે 233 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેચની શરૂઆતમાં પહેલી બેટીંગ કરતા શુભમન ગીલ અને ક્રિસ લીને પહેલી વિકેટ માટે ધમાકેદાર પાર્ટનરશીપ કરી હતી. કોલકતાની પહેલી વિકેટ પડ્યા બાદ રસલ મેદાનમાં આવ્યો હતો જેણે કોલકતાનાં સ્કોરને 232 સુધી પહોચાડ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઇની ટીમની શરૂઆત […]

Uncategorized
rohit bails ouuut IPL 2019 : મુંબઇ સામે કોલકતાની સંઘર્ષમય જીત, રોહિત શર્મા આવ્યો વિવાદોમાં, જાણો

કોલકતા,

કોલકતાએ ઇડન ગાર્ડન્સમાં પહેલા બેટીંગ કરતા મુંબઇને જીત માટે 233 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેચની શરૂઆતમાં પહેલી બેટીંગ કરતા શુભમન ગીલ અને ક્રિસ લીને પહેલી વિકેટ માટે ધમાકેદાર પાર્ટનરશીપ કરી હતી. કોલકતાની પહેલી વિકેટ પડ્યા બાદ રસલ મેદાનમાં આવ્યો હતો જેણે કોલકતાનાં સ્કોરને 232 સુધી પહોચાડ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઇની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. રોહિત શર્મા જલ્દી આઉટ થઇ ગયો હતો. જે ગુસ્સો તેણે વિકેટ પર બેટ ચલાવીને ઉતાર્યો હતો.

rohiiit IPL 2019 : મુંબઇ સામે કોલકતાની સંઘર્ષમય જીત, રોહિત શર્મા આવ્યો વિવાદોમાં, જાણો

કોલકતા પોતાના હોમ ગ્રાઉંડ ઇડન ગાર્ડન્સમાં મુંબઇ ઇંન્ડિયન્સ સામે જીત મેળવવામાં સફળ રહી હતી. કોંલકતાની 12 મેચોમાં આ પાંચમી જીત છે. સાથે ટીમ 10 અંક સાથે પાંચમાં સ્થાન પર પહોચી ગઇ છે. મુંબઇ અને કોલકતા વચ્ચે રમાયોલી ધમાકેદાર પૈસા વસૂલ મેચ જોઇ દર્શકો ખૂબ ખુશ થઇ ગયા હતા. આ મેચમાં ઘણા રેકોર્ડ જોવા મળ્યા હતા. સાથે રોહિત શર્મા દ્વારા કરવામાં આવેલો વિવાદ પણ લોકોનાં ધ્યાનમાં આવ્યો હતો.

rohit says something IPL 2019 : મુંબઇ સામે કોલકતાની સંઘર્ષમય જીત, રોહિત શર્મા આવ્યો વિવાદોમાં, જાણો

તમને જણાવી દઇએ કે, કોલકતાનાં 232 રનનાં ટાર્ગેટ સુધી પહોચવા મુંબઇને ધમાકેદાર શરૂઆતની જરૂર હતી જેને લઇને રોહિત શર્માએ પહેલી ઓવરનાં ત્રીજા બોલમાં શોટ લગાવ્યો પણ તે વિકેટ સામે આવી જતા એમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. રોહિતે તુરંત જ ડીઆરએસની માંગ કરી જેમા થર્ડ એમ્પાયરે પણ એમ્પાયર્સ કોલને પ્રાથમિકતા આપતા રોહિતને આઉટ આપ્યો હતો. જેનાથી નારાજ રોહિતે મેદાન છોડતા પહેલા એમ્પાયરને કઇક કહેતા નજરે ચઠ્યા અને બાદમાં તેણે સ્ટંમ્પ પર પણ બેટ ચલાવ્યુ હતુ. જેના કારણે તે હવે વિવાદોમાં આવી ગયા છે. રોહિતનાં આ વલણની સોશિયલ મીડિયામાં ઘણી આલોચના કરવામા આવી રહી છે. રોહિતની આ હરકત પર તેને મેચ ફી નાં 15 ટકાનો જુર્માનો લાગ્યો છે.