આઇપીએલ 12 ના 36માં મેચમાં રાજસ્થાન રોયલ્સે શનિવારે મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાને 19.1 ઓવરમાં 162 રનનું લક્ષ્યાંક હાંસલ કર્યું હતું. તેને પાંચ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યું હતું. રાજસ્થાન રોયલ્સ તરફથી સંજૂ સેમસને 35, આ સીઝનમાં પહેલી વાર સૂકાનીપદ સંભાળી રહેલા સ્ટીવન સ્મિથે અણનમ 59 રન અને રિયાન પરાગે 43 રન બનાવ્યા હતા.
What a moment this is for the @rajasthanroyals as they register a 5-wkt win against the @mipaltan.#RRvMI pic.twitter.com/HMnV2jqOyN
— IndianPremierLeague (@IPL) April 20, 2019
રાજસ્થાનની 9 મેચમાં આ ત્રીજી જીત છે જ્યારે 10 મેચમાં મુંબઇને ચોથી વાર હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર છતાં મુંબઇ પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે છે જ્યારે રાજસ્થાન રોયલ્સ હજુ પણ સાતમાં ક્રમાંકે છે. મુંબઇ તરફથી રાહુલ ચહરે ત્રણ વિકેટ ઝડપી હતી. આ પહેલા ટોસ હારીને પહેલી બેટિંગ કરનાર મુંબઇની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ પર 161 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી ક્વિંટન ડી કોકે સર્વાધિક 65 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 34 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી શ્રેયસ ગોપાલે 2 વિકેટ ખેરવી હતી.
