મંતવ્ય ન્યૂઝ,
ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ ગાયેલું ચાર બંગડીવાળું સુપ્રસિધ્ધ ગીત છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. આ મામલે કિંજલ દવેને કોમર્શિયલ કોર્ટે આપી રાહત છે. કોર્ટે કિંજલ દવેના વકિલની દલીલને માન્ય રાખી છે. કોર્ટમાં ચાલી શકે તેવા કોઇ એવરમેન્ટ રજૂ કરાયા નથી. નોંધનીય છે કે કેટલાક સમય અગાઉ રેડ રિબીન એન્ટરટેઇનમેન્ટે કોર્ટમાં આ ગીતને લઇને કિંજલ દવે પર કોપી રાઇટ્સનો ભંગ કર્યો હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે ઓળખાતા કાર્તિક પટેલે ચાર બંગડી ગીત ગાયું હતુ. જો કે કિંજલ દવેના ચાર બંગડીવાળા ગીત બાદ કાર્તિક પટેલે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી.
