Not Set/ IPL 2020/ સુનિલ ગવાસ્કરના કોહલી પર અપાયેલા નિવેદનથી વકર્યો વિવાદ, અનુષ્કા શર્માએ લિટલ માસ્ટરને આપ્યો જડબાતોડ જવાબ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને તેના નિવેદનનો યોગ્ય જવાબ આપ્યો છે, જેમાં તેણે ગુરુવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે કેએલ રાહુલનો કેચ છોડી દેવા બદલ વિરાટ કોહલી પર નિશાન સાધ્યું હતું. સુનીલ ગાવસ્કરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. કેટલાક લોકોએ તો બીસીસીઆઈને ગાવસ્કરને કોમેન્ટરી પેનલમાંથી હટાવવા કહ્યું […]

Uncategorized
07e3d0134ae9a3c363b770e0291035fc IPL 2020/ સુનિલ ગવાસ્કરના કોહલી પર અપાયેલા નિવેદનથી વકર્યો વિવાદ, અનુષ્કા શર્માએ લિટલ માસ્ટરને આપ્યો જડબાતોડ જવાબ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને તેના નિવેદનનો યોગ્ય જવાબ આપ્યો છે, જેમાં તેણે ગુરુવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે કેએલ રાહુલનો કેચ છોડી દેવા બદલ વિરાટ કોહલી પર નિશાન સાધ્યું હતું. સુનીલ ગાવસ્કરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. કેટલાક લોકોએ તો બીસીસીઆઈને ગાવસ્કરને કોમેન્ટરી પેનલમાંથી હટાવવા કહ્યું હતું. ગાવસ્કરે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પર આ ટિપ્પણી દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ દરમિયાન કરી હતી.

અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે ‘મિસ્ટર સુનીલ ગાવસ્કર, હું તમને કહેવા માંગુ છું કે તમારું નિવેદન એકદમ અપ્રિય છે. હું તમને પૂછવા માંગું છું કે તમે કેમ આવા નિવેદનો આપો છો અને એક ક્રિકેટરના રમવા માટે તેની પત્નીને દોષી ઠેરવશો. હું તે સારી રીતે જાણું છું કે તમે છેલ્લા કેટલાક વર્ષોમાં દરેક ક્રિકેટરનું અંગત જીવનનું સમાન ટ કર્યું છે, તો પછી તમે એવું નથી માનતા કે તે મારે સાથે પણ થવું જોઈએ.

anushka sharma instagram post

આ ઉપરાંત અનુષ્કાએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે ગત રાત્રે મારા પતિના પ્રદર્શન પર કોમેન્ટ કરવા માટે તમારી પાસે અનેક વાક્યો અને શબ્દો હશે, કે તમારા શબ્દો ત્યારે જ મહત્વ રાખે છે જ્યારે તેમાં મારું નામ આવ્યું હોય. આ 2020 છે અને મારા માટે હજું પણ વસ્તુઓ બદલાઈ નથી. ક્યારે એવું થશે કે જ્યારે મને ક્રિકેટમાં ઢસેડવાનું બંધ કરવામાં આવશે અને આ પ્રકારની એક તરફની ટિપ્પણીઓ નહીં કરવામાં આવે? આદરણીય મિ. ગાવસ્કર તમે એક મહાન ક્રિકેટર છો, જે આ જેન્ટલમેન ગેમમાં એક ઊંચું સ્થાન ધરાવો છો. હું બસ તમને એ જણાવવા માગું છું કે જ્યારે તમે આવું કહ્યું તો મને કેવું લાગ્યું.

આપને જણાવી દઈએ કે, કોમેન્ટ્રી બોક્સમાં બેસેલા સુનીલ ગાવસ્કરે આ મુદ્દાને અનુષ્કા સાથે જોડીને ટિપ્પણી કરી નાખી અને તે બાદથી વિવાદ શરુ થઇ ગયો છે. સ્પોર્ટ્સ જગતનાં દિગ્ગજ ખેલાડી પર લોકો બળાપો કાઢી રહ્યા છે. ખાસ કરીને વિરાટના ચાહકો અત્યારે ખૂબ લાલઘૂમ થયા છે અને ગાવસ્કરને કોમેન્ટરી બોક્સમાંથી હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે. આટલું જ નહીં સોશ્યલ મીડિયામાં સુનીલ ગાવસ્કરને બોયકોટ કરવાના હેશટેગને ટ્રેન્ડ કરાવવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.