Not Set/ IPL 2020/ CSK ની મુશ્કેલીઓમાં વધારો, આ ખેલાડી મુંબઈ સામેની પ્રથમ મેચ નહી રમી શકે

  એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2020 ની તૈયારી કરી રહી છે. 13 સભ્યો પોઝિટિવ આવ્યા બાદ ચેન્નઈની ફ્રેન્ચાઇઝીને આંચકો લાગ્યો હતો. સુરેશ રૈના અને હરભજન સિંહ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આઈપીએલ 2020 ની શરૂઆત થવામાં હવે થોડો સમય બાકી છે અને CSK ને અંતે સારા સમાચાર મળ્યા છે. તે 13 […]

Uncategorized
d8f61259f5b0ca0277f15197b9888879 IPL 2020/ CSK ની મુશ્કેલીઓમાં વધારો, આ ખેલાડી મુંબઈ સામેની પ્રથમ મેચ નહી રમી શકે
 

એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2020 ની તૈયારી કરી રહી છે. 13 સભ્યો પોઝિટિવ આવ્યા બાદ ચેન્નઈની ફ્રેન્ચાઇઝીને આંચકો લાગ્યો હતો. સુરેશ રૈના અને હરભજન સિંહ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આઈપીએલ 2020 ની શરૂઆત થવામાં હવે થોડો સમય બાકી છે અને CSK ને અંતે સારા સમાચાર મળ્યા છે. તે 13 પોઝિટિવ ટેસ્ટ થયેલા સભ્યોમાંથી બે ખેલાડીઓ હતા – ઋતુરાજ ગાયકવાડ અને દિપક ચહર, જ્યારે ચહરને ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ ગાયકવાડને હજી પણ બે ટેસ્ટથી પસાર થવુ પડશે. આવી સ્થિતિમાં, તેમણે સીએસકેની પ્રથમ કેટલીક મેચમાંથી બહાર બેસવું પડશે.

ચેન્નાઈ સુપર કિંગ્સનાં યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને વધુ બે કોરોના ટેસ્ટમાંથી પસાર થવું પડશે, ત્યારબાદ તે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સાથે તેની તાલીમ શરૂ કરશે કે નહીં તે નક્કી કરવામાં આવશે. યુએઈમાં આવ્યા પછી, ચેન્નાઈ સુપર કિંગ્સનાં ઝડપી બોલર દિપક ચહર અને બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ સહિત ટીમનાં 13 સભ્યોને કોરોના થયો હતો, ત્યારબાદ તેમને 2 અઠવાડિયાથી વધારે ક્વોરન્ટાઇનમાં કાઢવા પડ્યા. જોકે, 4 સપ્ટેમ્બરથી જ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ, ચેન્નઈનાં અન્ય સભ્યોને તાલીમ સત્રની શરૂઆત કરી દીધી હતી અને તે ખુશીની વાત છે કે બોલર દીપક ચહરે પણ ફીટ થઈને ટીમ સાથે તાલીમ શરૂ કરી દીધી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સનાં સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું છે કે, “કોરોનાની સલામતીને ધ્યાનમાં રાખીને ઋતુરાજ ગાયકવાડને વધુ બે ટેસ્ટથી પસાર થવુ પડશે. જો તેનો ટેસ્ટ નેગેટિવ આવે છે, તો તે તેની ટીમમાં બાયો-સિક્યોર બબલમાં જોડાશે. અન્ય સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે અને તેઓ તેમની ટીમ સાથે આવી ચુક્યા છે.” જણાવી દઇએ કે, ગાયકવાડને થોડા વધુ દિવસો માટે આઈસોલેશનમાં રહેવું પડશે. આનો અર્થ એ થયો કે તે હવે ચેન્નાઈ અને મુંબઇ વચ્ચેની આઈપીએલ મેચમાં ચેન્નઈની ટીમમાં હાજર રહેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.