Not Set/ IPL – 2020ની ફાઈનલ મુંબઇમાં જ રમાશે : BCCI અધ્યક્ષ ગાંગુલી

ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના પ્રમુખ સૌરભ ગાંગુલીએ સોમવારે સ્પષ્ટ કર્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ – 2020 ની અંતિમ મેચ એટલે કે ફાઇનલ મેચ મુંબઈમાં જ રમાશે. આ સાથે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે સોમવારે નિર્ણય લીધો હતો કે દિવસની બીજી મેચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. આ મેચોને સાંજે સાડા સાત વાગ્યાથી શરૂ કરવા માટે ખૂબ દબાણ હતું, […]

Uncategorized
IPL 2020 IPL - 2020ની ફાઈનલ મુંબઇમાં જ રમાશે : BCCI અધ્યક્ષ ગાંગુલી

ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના પ્રમુખ સૌરભ ગાંગુલીએ સોમવારે સ્પષ્ટ કર્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ – 2020 ની અંતિમ મેચ એટલે કે ફાઇનલ મેચ મુંબઈમાં જ રમાશે. આ સાથે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે સોમવારે નિર્ણય લીધો હતો કે દિવસની બીજી મેચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. આ મેચોને સાંજે સાડા સાત વાગ્યાથી શરૂ કરવા માટે ખૂબ દબાણ હતું, પરંતુ ગવર્નિંગ કાઉન્સિલે તેનો નિર્ણય બદલ્યો નથી. 

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCIના હાલનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે આઈપીએલની ફાઇનલ મુંબઈમાં જ રમાશે. અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે આઈપીએલની આગામી સીઝનની અંતિમ મેચ અમદાવાદમાં રમી શકાય છે. આ સિવાય આઇપીએલ શરૂ થાય તે પહેલાં તમામ ટોચનાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વચ્ચે ચેરિટી માટે ઓલ સ્ટાર્સ ગેમ પણ રમવામાં આવશે.

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ ગાંગુલીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આઈપીએલ નાઈટ મેચના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સાંજે સાડા સાત વાગ્યે મેચ શરૂ થવાની ચર્ચા થઈ હતી, પરંતુ તે થવાનું નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ફક્ત 5 ડબલ હેડર (સાંજે 4 અને 8 વાગ્યા) મેચ રમાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.