Not Set/ ઈરાન અને અમેરિકા વચ્ચે બની શકે છે તણાવભર્યુ વાતાવરણ, જાણો

ઈરાન અને અમેરિકા વચ્ચે વાતાવરણ તણાવભર્યુ બની શકે તેવા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લગાયા ગયા બાદથી વધુ કડક વલણ આચર્યુ છે. તેણે ભૂમધ્ય સાગરમાં એરક્રાફ્ટ યૂએસએસ અબ્રાહમ લિંકન કરિયર સ્ટ્રાઇક ગ્રુપને જમાવી દીધુ છે. અમેરિકાનાં આ પગલા બાદ બંન્ને દેશો વચ્ચે તણાવ વધુ ઉગ્ર બને તેની પૂરી સંભાવનાઓ છે. અમેરિકા અને […]

Top Stories World
Lincoln aircraft carrier strike group enters European waters ઈરાન અને અમેરિકા વચ્ચે બની શકે છે તણાવભર્યુ વાતાવરણ, જાણો

ઈરાન અને અમેરિકા વચ્ચે વાતાવરણ તણાવભર્યુ બની શકે તેવા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લગાયા ગયા બાદથી વધુ કડક વલણ આચર્યુ છે. તેણે ભૂમધ્ય સાગરમાં એરક્રાફ્ટ યૂએસએસ અબ્રાહમ લિંકન કરિયર સ્ટ્રાઇક ગ્રુપને જમાવી દીધુ છે. અમેરિકાનાં આ પગલા બાદ બંન્ને દેશો વચ્ચે તણાવ વધુ ઉગ્ર બને તેની પૂરી સંભાવનાઓ છે.

1066918767 ઈરાન અને અમેરિકા વચ્ચે બની શકે છે તણાવભર્યુ વાતાવરણ, જાણો

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાની આશંકાઓથી દુનિયાનાં મોટા ભાગનાં દેશો પણ ચિંતિત બન્યા છે. જેમા ખાસ કરીને ભારતનો સમાવેશ થાય છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનએ ઈરાનનાં રિવોલ્યુશનરી ગાર્ડને આતંકવાદી સુચિમાં મુકી દીધુ છે. જેનો અર્થ છે કે કોઇપણ દેશ હવે ઈરાનની સેના સાથે સંબંધ રાખી શકશે નહી. તેની સાથે હવે ન તો હથિયારોની ડીલ કરવામાં આવી શકે છે ન તો કોઇ સંયુક્ત અભ્યાસ યોજી શકાય છે. આપને જણાવી દઇએ કે, અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ચેતવણી આપી છે કે અમેરિકા ઈરાનને સ્પષ્ટ સંદેશ મોકલવા માટે વેસ્ટર્ન એશિયામાં યૂએસએસ અબ્રાહમ લિંકન કરિયર સ્ટ્રાઇક ગ્રુપ અને એક બોમ્બવાહક કાર્ય બળની જમાવટ કરી રહ્યુ છે.

1535222339667 ઈરાન અને અમેરિકા વચ્ચે બની શકે છે તણાવભર્યુ વાતાવરણ, જાણો

તણાવ માટે જવાબદાર ઈરાન

AP 120215136116 ઈરાન અને અમેરિકા વચ્ચે બની શકે છે તણાવભર્યુ વાતાવરણ, જાણો

અમેરિકાએ તણાવનું જવાબદાર ઈરાનને જ બતાવ્યુ છે. જોન બોલ્ટને રવિવારે કહ્યુ કે, ઈરાનથી મળેલી ઘણી હેરાન કરનાર અને તણાવ વધી શકે તેવા સંકેતો તથા ચેતવણીઓનાં જવાબમાં વેસ્ટર્ન એશિયામાં યૂએસએસ અબ્રાહમ લિંકન કરિયર સ્ટ્રાઇક ગ્રુપ અને એક બોમ્બવાહક કાર્ય બળની જમાવટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.