israel hamas war/ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિનું વિવાદિત નિવેદન

આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પરના હુમલાએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે.

Top Stories World

આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પરના હુમલાએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. હમાસના હુમલાને લઈને એક તરફ પશ્ચિમી દેશોએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે તો બીજી તરફ પશ્ચિમ એશિયાના ઈસ્લામિક દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં ઉભા છે. હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઈઝરાયલ દ્વારા જવાબી કાર્યવાહીમાં ગાઝા પટ્ટી પર કરવામાં આવેલા હુમલામાં 690 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલ પર હમાસના હુમલાને જેહાદના માર્ગે ચાલનારાઓની જીત ગણાવી છે.

જેહાદના માર્ગે ચાલનારાઓની જીત

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલ પર હમાસના હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે તેને જેહાદ અને અલ્લાહના માર્ગ પર ચાલનારા લડાકુઓની જીત ગણાવી છે. ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ યહૂદી શાસન સામે લડવાની લોકોની ક્ષમતા દર્શાવે છે. આપણે પેલેસ્ટિનિયન નાગરિકોને અભિનંદન આપવા જોઈએ.

https://twitter.com/MarioNawfal/status/1711661934003535970

લગભગ 1500 હમાસ આતંકીઓના મૃતદેહ મળ્યા

દેશના દક્ષિણ ભાગમાં મોટાભાગની જગ્યાઓ પર ફરીથી કબજો જમાવી લેવાનો દાવો કરતા ઈઝરાયલી સેનાએ કહ્યું કે, ઈઝરાયલના વિસ્તારમાંથી લગભગ 1,500 હમાસ આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. સેનાએ કહ્યું કે તેણે અણધાર્યા હુમલા બાદ ચાલી રહેલા યુદ્ધના ચોથા દિવસે સરહદ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. સેનાના પ્રવક્તા રિચર્ડ હેચટે કહ્યું કે મોડી રાતથી હમાસનો એક પણ આતંકવાદી ઈઝરાયલમાં ઘૂસ્યો નથી, જોકે ઘૂસણખોરી હજુ પણ શક્ય બની શકે છે. છેલ્લા ચાર દિવસમાં, ઇઝરાયેલે 900 સૈનિકો અને નાગરિકોના મૃત્યુની જાણ કરી છે અને પેલેસ્ટિનિયન અધિકારીઓએ ગાઝા અને પશ્ચિમ કાંઠે લગભગ 700 લોકોના મોતની જાણ કરી છે.



આ પણ વાંચો: Bihar/ ગામડાની મહિલાએ LICનું 15 લાખનું કરી નાખ્યું, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: Himachal/ હિમાચલમાં હિમવર્ષા બાદ મનાલી-લેહ હાઈવે બંધ, અનેક જિલ્લાઓમાં વરસાદ

આ પણ વાંચો: મોટા સમાચાર/ મોરબી બ્રિજ દુર્ઘટના મામલે SIT રિપોર્ટમાં મોટો ખુલાસો, ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી