T-20 World Cup/ આયર્લેન્ડના જોશુઆ લિટલે ન્યૂઝીલેન્ડ સામે લીધી હેટ્રીક

ટી-20 વર્લ્ડ કપ 2022માં નાની ટીમો સારૂ પ્રદર્શન કરી રહી  છે. આ ટૂર્નામેન્ટમાં 2 અપસેટ સર્જાયા બાદ હવે આયરલેન્ડની ટીમના બોલર જોશુઆ લિટલે ન્યૂઝીલેન્ડ સામે હેટ્રિક લીધી છે

Top Stories Sports
12 3 આયર્લેન્ડના જોશુઆ લિટલે ન્યૂઝીલેન્ડ સામે લીધી હેટ્રીક

ટી-20 વર્લ્ડ કપ 2022માં નાની ટીમો સારૂ પ્રદર્શન કરી રહી  છે. આ ટૂર્નામેન્ટમાં 2 અપસેટ સર્જાયા બાદ હવે આયરલેન્ડની ટીમના બોલર જોશુઆ લિટલે ન્યૂઝીલેન્ડ સામે હેટ્રિક લીધી છે. ડાબા હાથના ફાસ્ટ બોલરે એડિલેડ ઓવલમાં સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે  કે આ T20 વર્લ્ડ કપની આ બીજી હેટ્રિક છે. ન્યુઝીલેન્ડની ઇનિંગ્સની 19મી ઓવરમાં જોશુઆ લિટલે હેટ્રિક લીધી હતી. તેણે કેન વિલિયમસન, જેમ્સ નીશમ અને મિશેલ સેન્ટનરને સતત ત્રણ બોલમાં આઉટ કર્યા હતા.

 

 

જોશુઆ લિટલ આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને તેણે વિલિયમસન અને ફિન એલનની તોફાની બેટિંગ છતાં 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેનો ઈકોનોમી રેટ માત્ર 5.5 રન પ્રતિ ઓવર હ\

લિટલની હેટ્રિક 

જોશુઆ લિટલ 19મી ઓવરના બીજા બોલ પર પ્રથમ વિલિયમસનને આઉટ કર્યો. વિલિયમસને ડીપ સ્ક્વેર લેગ પર ડેલાનીનો કેચ પકડ્યો હતો. આ પછી લિટલે ર જેમ્સ નીશમને LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ મિશેલ સેન્ટનરને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે  કે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં માત્ર 6 બોલરોએ હેટ્રિક લીધી છે. આ સાથે જ આયર્લેન્ડના બે બોલરો હેટ્રિક લેવામાં સફળ રહ્યા છે. લિટલ પહેલા, ગયા વર્ષે, કર્ટિસ કેન્ફરે અબુ ધાબીમાં નેધરલેન્ડ સામે હેટ્રિક લીધી હતી. આ T20 વર્લ્ડ કપની વાત કરીએ તો UAEના કાર્તિક મયપ્પને ગિલોંગમાં શ્રીલંકા સામે હેટ્રિક કરી હતી.