Aravalli/ શું કોરોના પાછો આવી રહ્યો છે…? અરવલ્લી જીલ્લામાં કોરોનાની બીજી ઇનિંગથી હાહાકાર

કોરોનાનાં આમ તો લોકોનું નામ સાંભળીને જ દિલ દહેલી જાય છે. કોરોના અને કોરોના દ્વારા વહેરવામાં આવેલ વિનાશ દેશ-દુનિયા જોઇ ચૂકી છે. કરોડો લોકો સંક્રમિત, લાખોએ જીવ ખોયા, હજારો લાખો લોકો બેકાર થયા અને અનેક દેશ પાયમાલી સુધી પહોંચી ગયા જેવો કોરોનાનો કંપારી છુટાડાવી દે તેવો ઇતિહાસ કોઇ વર્ષો જૂનો નથી. અશ્લીલ વિડીયો: શિક્ષકે વિદ્યાર્થીઓનાં સ્ટડિ […]

Gujarat Others
coronavirus 1593952917 શું કોરોના પાછો આવી રહ્યો છે...? અરવલ્લી જીલ્લામાં કોરોનાની બીજી ઇનિંગથી હાહાકાર

કોરોનાનાં આમ તો લોકોનું નામ સાંભળીને જ દિલ દહેલી જાય છે. કોરોના અને કોરોના દ્વારા વહેરવામાં આવેલ વિનાશ દેશ-દુનિયા જોઇ ચૂકી છે. કરોડો લોકો સંક્રમિત, લાખોએ જીવ ખોયા, હજારો લાખો લોકો બેકાર થયા અને અનેક દેશ પાયમાલી સુધી પહોંચી ગયા જેવો કોરોનાનો કંપારી છુટાડાવી દે તેવો ઇતિહાસ કોઇ વર્ષો જૂનો નથી.

coronavirus treatment 1595402020 2 શું કોરોના પાછો આવી રહ્યો છે...? અરવલ્લી જીલ્લામાં કોરોનાની બીજી ઇનિંગથી હાહાકાર

અરે લગભગ છ મહિના પહેલા કોરોના નામનાં મહારાક્ષસે દેશ અને દુનિયાને બાનમાં લીધી હતી અને હજુ પણ આંશકી રીતે તો દેશ-દુનિયા બાનમાં જ છે, ત્યારે ફરી એક વખત કાબુમાં આવી ગયેલો જણાતો કોરોના માથુ ઉંચકી રહ્યો હોવાની દહેશત લોકોમાં કંપારી છોડાવી દે છે.

Corona deaths 1200 2 શું કોરોના પાછો આવી રહ્યો છે...? અરવલ્લી જીલ્લામાં કોરોનાની બીજી ઇનિંગથી હાહાકાર

વિશ્વના અનેક દેશમાં કોરોનાએ ફરી માંથુ ઉંચક્યુ છે અને હજુ સુધી તો પ્રાણીમાં વિકસીત કહેવાતી માનવ જાત કોરોનાનો કોઇ ચોક્કસ તોડ પણ શોધી શકી નથી. રસીની શોધ હજુ તો ચાલી રહી છે અને શોધ સાથે વાતો પણ ચાલી રહી છે કે કોરોનાની રસી આ મહિને અવી જશે અને તે મહિને આવી જશે.

coronavirus vaccine 1591546952 શું કોરોના પાછો આવી રહ્યો છે...? અરવલ્લી જીલ્લામાં કોરોનાની બીજી ઇનિંગથી હાહાકાર

ahmedabad: સરકારી અનાજ વેચવાનું કૌભાંડ, 2500 કિલો અનાજ સાથે 3 ઝડપાયા…

તમામ હકીકતો અને વાતો વચ્ચે ગુજરાતમાં પણ કોરોના ફરી માથું ઉચકી રહ્યાનું પ્રતિત થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને ગુજરાતનાં અરવલ્લી જીલ્લામાં કોરોનાની બીજી ઇનિંગ શરુ થઇ ગઇ હોય તેવી ભીંતી સેવવામાં આવી રહી છે. જી હા, અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં જ 30 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે આજની તો આજે સોમવારનાં એક જ દિવસમાં અરવલ્લી જીલ્લામાં 10 કોરોનાના કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, આ નવા કેસની સાથે જ અરવલ્લી જીલ્લામાં કોરોનાનાં 593 કેસ અત્યાર સુધી નોંધાયા છે.

corona virus 1589791407 શું કોરોના પાછો આવી રહ્યો છે...? અરવલ્લી જીલ્લામાં કોરોનાની બીજી ઇનિંગથી હાહાકાર

અરવલ્લી જીલ્લામાં વધી રહેલા કોરોનાનાં સંક્રમણના કારણે જીલ્લાવાસી સહિત સમગ્ર રાજ્યમાં લોકોએ હવે વધુ સાવચેત થવાની જરૂર જોવામાં આવી રહી છે. તહેવારોનો સમય છે પરંતુ આ સમય સયમનો પણ છે. હજુ પણ લોકોએ કારણ વગરનું ઘરની બહાર જવાનુ અને ખાસ કરીને ભીડ-ભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવુ જોઇએ, કારણ કે આપણે કોરોનાનો કહેર સહન કરી ચૂક્યા છીએ. અને અનેક વાતો પ્રમાણે હવે શિયાળો પણ આવી ચૂક્યો છે, ત્યારે ઠંડી વધતા કોરોનાના કેસો પણ વધ્યા છે અથવા વધી શકે છે તે તમામ ધ્યાનમાં રાખે તે હિતાવહ છે.